છત્તીસગઢમાં માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, અજીત જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં બહુજન સમાજવાદી પાર્ટી અજીત જોગીના નેતૃત્વમાં ચૂંટણી લડશે. ગઠબંધન સરકાર બને છે તો, મુખ્યમંત્રી અજીત જોગી જ બનશે.

છત્તીસગઢમાં બહુજન સમાજવાદી પાર્ટી અજીત જોગીના નેતૃત્વમાં ચૂંટણી લડશે. ગઠબંધન સરકાર બને છે તો, મુખ્યમંત્રી અજીત જોગી જ બનશે.

  • Share this:
    છત્તીસગઢમાં માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી અને અજીત જોગીની જનતા કોંગ્રેસ મળીને વિધાનસભા ચૂંટણી લડશે. બંને પાર્ટી પ્રમુખ વચ્ચે સીટની વહેંચણી પર વાત નક્કી થઈ ગઈ છે. નક્કી ફોર્મ્યૂલા પ્રમાણે, છત્તીસગઢની કુલ 90 વિધાનસભા સીટોમાં 35 સીટો પર બસપા અને 55 સીટો પર જનતા કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડશે.

    આ બાજુ માયાવતીએ કહ્યું કે, છત્તીસગઢમાં બહુજન સમાજવાદી પાર્ટી અજીત જોગીના નેતૃત્વમાં ચૂંટણી લડશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો પ્રદેશમાં તેમની ગઠબંધન સરકાર બને છે તો, મુખ્યમંત્રી અજીત જોગી જ બનશે.

    Published by:kiran mehta
    First published: