Home /News /national-international /

આ ખાસ જીત છે, કેમ કે અમારે ઘણી મહેનત કરવી પડીઃ કોહલી

નવી દિલ્હી# ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ચોથા ક્રિકેટ ટેસ્ટમાં મેળવેલ 337 રનની જીતને સૌથી ખાસ ગણાવતા કહ્યું કે, આ જીતને પ્રાપ્ત કરવા માટે તેમની ટીમે ઘણી મહેનત કરવી પડી હતી. ભારતે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ 3-0થી જીતી છે. પહેલા અને ત્રીજા ટેસ્ટ ત્રણ દિવસની અંદર સમાપ્ત થઇ હતી, જ્યારે આ પાંચમી ટેસ્ટ મેચ પાંચ દિવસ સુધી ચાલી હતી. બેંગલૂરૂ ટેસ્ટ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :

કોહલીએ ઇનામ વિતરણ કાર્યક્રમ બાદ કહ્યું કે, તમામ જીત ખાસ હોય છે પરંતુ આ સૌથી ખાસ છે, કેમ કે, અમારે ઘણી મહેનત કરવી પડી હતી. દક્ષિણ આફ્રિકાએ ડ્રો કરાવવા માટે તમામ કોશિશ કરી હતી. મે મારા બોલરોને આક્રામક બોલિંગ કરવા માટે કહ્યું અને એજ થયું હતુ. તેઓએ કહ્યું કે, હું તેમના વલણથી હેરાન થઇ ગયો. બોલરોએ ધીરજ ખોઇ નહીં અને તેઓ તેમના પ્રદર્શન પર ગર્વ કરી શકે છે. આજ ટેસ્ટ ક્રિકેટ છે..ધીરજ. હું એકલો કઇ ના કરી શકું, જીતનો શ્રેય તમામ 11 ખેલાડીયોને જાય છે.

કોહલીએ કહ્યું કે, બોલરોનો સાથ આપવો જરૂરી છે. તેઓએ કહ્યું કે, અમારી પાસે એવા બોલરો છે જેની પાસે સ્પીડ છે. તેઓને સાચા સમયે આત્મવિશ્વાસ આપવો જરૂરી છે, જેથી તેઓ સારૂ પ્રદર્શન કરી શકે અને તેમણે એજ કર્યુ. ચોથા ટેસ્ટમાં બે સેન્ચ્યુરી કરનાર અર્જિક્ય રહાળેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. તેમણે કહ્યું કે, મે પોતાની એકાગ્રતા જાણવી રાખી. હું હંમેશા પોતાના ખેલમાં સુધાર કરવા ઇચ્છું છું. મને પ્રક્રિયામાં ભરોસો છે, કેમ કે, એનાથી પરિણામ આપો આપ મળશે.
First published:

Tags: ક્રિકેટ ટેસ્ટ મેચ, જીત`, ભારત-દક્ષિણ આફ્રિકા, મહેનત, વિરાટ કોહલી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन