Home /News /national-international /

લખીમપુર ખીરી હિંસા: 12 કલાકની પૂછપરછ બાદ છેવટે આશિષ મિશ્રાની કરાઇ ધરપકડ

લખીમપુર ખીરી હિંસા: 12 કલાકની પૂછપરછ બાદ છેવટે આશિષ મિશ્રાની કરાઇ ધરપકડ

લખીમપુરમાં આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકર્તાઅખોએ ગાડીને આગને હવાલે કરી દીધી હતી. (ફાઇલ તસવીર)

Lakhimpur khiri violence: 12 કલાક સુધી આશિષની પૂછપરછ બાદ આશિષ મિશ્રા સામે હત્યા, અકસ્માતમાં મોત, ગુનાહિત ષડયંત્ર રચવા તથા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને લગતી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી.

    લખીમપુર ખીરી હિંસા: ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી હિંસા (Lakhimpur khiri violence) કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના (Ajay Mishra Teni) દીકરા આશિષ મિશ્રાની (Ashish Mishra arrested) મોડી રાતે ધરપકડ કરી લેવામાં આવી છે. ડીઆઈજી અતુલ અગ્રવાલે (DIG Atul Agraval) આશિષ મિશ્રાની ધરપકડની જાણકારી આપી છે.

    આશિષ મિશ્રા પર કઇ કઇ કલમો લાગી?

    પોલીસે આશિષ મિશ્રા ઉર્ફે મોનુની ધરપકડ કર્યાની જાણકારી આપતા જણાવ્યુ કે, આશિષ ઘટના અંગેની સાચી જાણકારી આપતો ન હતો. આ સાથે તે તપાસમાં પણ સહયોગ આપતા ન  હતા.આશરે 12 કલાક સુધી આશિષની પૂછપરછ કરવામાં આવી હતી. તેની સામે હત્યા, અકસ્માતમાં મોત, ગુનાહિત ષડયંત્ર રચવા તથા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને લગતી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

    આશિષ મિશ્રા કયા સવાલોના જવાબ ન આપી શક્યો?

    પોલીસની પૂછપરછ દરમિયાન આશિષ મિશ્રા પોલીસના પ્રશ્નોના જવાબ આપી શક્યા ન હતા. આશિષ બનાવના દિવસે 2:30થી બપોરે 3:30 સુધીની વિગતો આપી શક્યો ન હતો. ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલે કહ્યું કે, આશિષ મિશ્રા તપાસમાં સહકાર આપી રહ્યા નથી, પ્રશ્નોના યોગ્ય જવાબો આપી રહ્યા નથી, અમે તેમની સત્તાવાર રીતે ધરપકડ કરી છે, હવે તેમને મેડિકલ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    આપને જણાવી દઈએ કે, વિપક્ષ સતત આશિષ મિશ્રાની ધરપકડ કરવાની માંગ કરી રહ્યો હતો. ખેડૂત નેતા રાકેશ ટીકૈતે પણ આશિષની ધરપકડ કરવાની માંગ કરી હતી. દરમિયાન, યુપી સરકારે કહ્યું હતું કે, તે કોઈ પણ દબાણ વગર આ કેસમાં પીડિત પક્ષને ન્યાય આપશે.

    8 લોકોએ જીવ ગુમાવ્યા હતા

    ઉલ્લેખનીય છે કે, લખીમપુર હિંસામાં 4 ખેડૂતો સહિત 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઉત્તર પ્રદેશ સરકારે તમામ મૃતક ખેડૂતોના પરિવારને 45-45 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય મૃતકના પરિવારના સભ્યને પણ સરકારી નોકરી આપવામાં આવશે.

    શુ છે મામલો?

    ઉલ્લેખનીય છે કેઉત્તર પ્રદેશના (Uttar Pradesh) લખીમપુર ખીરીમાં (Lakhimpur Kheri) કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના (Ajay Kumar Mishra) દીકરા આશિષ મિશ્રાના (Ashish Mishra) સમર્થકો અને ખેડૂતો વચ્ચે થયેલા સંઘર્ષમાં કુલ આઠ લોકોનાં મોત થયા હતા. આ મામલે હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

    મૃતકોના પરિવારને 45-45 લાખનું વળતર

    લખીમપુર વહીવટીતંત્ર અને ખેડૂતોની વચ્ચે અનેક રાઉન્ડની બેઠક બાદ સહમતિ સધાઈ ગઈ હતી. ત્યારબાદ લાશોને રાખીને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ વિરોધ ખતમ કરી લાશોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની મંજૂરી આપી હતી. વહીવટીતંત્રએ ખેડૂતોની તમામ માંગોને માની લીધી છે. મૃતક ખેડૂતોના પરિજનોને 45-45 લાખ રૂપિયાનું વળતર, ઘાયલોને 10-10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. મૃતક ખેડૂતોના પરિવારના એક સભ્યને યોગ્યતા અનુસાર સરકારી નોકરી, મામલાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજની આઠ દિવસમાં મામલાની તપાસ કરી દોષિતોની ધરપકડ કરવામાં આવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CM Yogi Adityanath, Lakhimpur Kheri, Lakhimpur kheri violence, ખેડૂતો, યૂપી

    આગામી સમાચાર