અજય માકનનું દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું

News18 Gujarati
Updated: January 4, 2019, 11:59 AM IST
અજય માકનનું દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું
અજય માકન (ફાઇલ ફોટો)

સૂત્રો મુજબ, કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધન કરવા માંગતી હતી પરંતુ માકન તેના માટે તૈયાર નહોતા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અજય માકને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેની સાથે જ તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ કાર્યકર્તાઓનો આભાર પણ વ્યક્ત કર્યો. આ સંબંધમાં આજે શુક્રવાર સવારે અજય માકને ટ્વીટ પણ કર્યું. તેઓએ પદ રહ્યા તે દરમિયાન મળેલ સ્નેહ અને સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો.

જોકે, કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, માકન પહેલા જ સ્વાસ્થ્ય કારણોને લીધે રાજીનામું આપી ચૂક્યા છે પરંતુ નવા અધ્યક્ષ ચૂંટાય ત્યાં સુધી તેમને પદ પર ચાલુ રહેવા કહેવામાં આવ્યું છે. સપ્ટેમ્બર 2018માં પણ માકનના રાજીનામાના ન્યૂઝ આવ્યા હતા. જોકે, ત્યારે કોંગ્રેસ તરફથી તેનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.

 સપ્ટેમ્બર 2018માં પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે અજય માકને ચેકઅપ માટે કેટલોક સમયનો બ્રેક લીધો છે. તે ટૂંક સમયમાં પરત ફરશે. ડીપીસીસીએ કહ્યું હતું કે માકને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હી પ્રભારી પીસી ચાકોથી પણ મુલાકાત તો કરી હતી પરંતુ રાજીનામું નહોતું આપ્યું.

ઉલ્લેખનીય છે કે, 2015માં અરવિંદસિંહ લવલીના સ્થાને અજય માકને દિલ્હીની પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2017 દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં કોંગ્રેસ ત્રીજા નંબરે આવ્યા બાદ અજય માકને હારની જવાબદારી લેતાં રાજીનામું આપ્યું હતું. જોકે, ત્યારે રાહુલ ગાંધીએ માકનનું રાજીનામું લેવાનો ઇન્કાર કરી દીધો હતો. સૂત્રો મુજબ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ગઠબંધનની તજવીજના કારણે તેઓ નારાજ હતા. સૂત્રો મુજબ, કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધન કરવા માંગતી હતી પરંતુ માકન તેના માટે તૈયાર નહોતા. હવે જોવાનું છે કે રાજીનામા બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શું નિર્ણય લે છે.
First published: January 4, 2019, 9:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading