ભારતના એક ગામમાં પશુ-પક્ષી માણસો બધા જ આંધળા થઈ જાય છે! વૈજ્ઞાનિકોએ રહસ્ય શોધ્યું!
આ ગામમાં કુલ 70 ઘર છે. એકપણ ઘરમાં બારી નથી. આ ગામમાં જન્મ લેનાર બાળકો સંપૂર્ણ પણે સ્વસ્થ હોય છે પરંતુ થોડા દિવસના અંતરમાં તેમની આંખોનું તેજ જતું રહે છે.
આ ગામમાં કુલ 70 ઘર છે. એકપણ ઘરમાં બારી નથી. આ ગામમાં જન્મ લેનાર બાળકો સંપૂર્ણ પણે સ્વસ્થ હોય છે પરંતુ થોડા દિવસના અંતરમાં તેમની આંખોનું તેજ જતું રહે છે.
સામાન્ય રીતે આ દુનિયા આપણને સાધારણ લાગે છે. કારણ કે આપણે આ દુનિયામાં સામાન્ય ચીજો જ જોઇ છે. જ્યારે આ દુનિયા એટલી સાધારણ નથી. પરંતુ આ ધરતી ઉપર એક એકથી ચડિયાતી રહસ્યમયી જગ્યાઓ છે. જીવ-જંતુ, નદિઓ-તળાવ વગેરે ઉપસ્થિત છે. આજે અમે તમને એક ગામ વિશે જણાવીશું જેનું રહસ્ય ઉકેલવું એ આકાશના તારા ગણવા સમાન છે. ધરતી ઉપર એક એવું ગામ છે જેમાં રહેનારા દરેક લોકો, પશુ-પક્ષીઓ બધા અંધ છે.
ટિલ્પેપક ગામમાં રહેનારા દરેક પ્રાણી આંધળા છે
પત્રિકા વેબસાઇટમાં આવેલા આર્ટિકલ પ્રમાણે આ સત્ય હકીકત છે. આંધળા થવાના કારણે આ ગામમાં રહેનારા પક્ષીઓ ઉડી શકતા નથી. અંધ આંખોથી ઉડવાનો પ્રયત્ન કરાય છે પરંતુ ગમે તે જગ્યાએ ટકરાઇને ઘાયલ થઇ જાય છે. આવી જ સ્થિતિ ગામમાં રહેનારા જીવ-જંતુઓની પણ છે. પ્રાણીઓ પોતાના માટે ભોજનની વ્યવસ્થા કરી શકતા નથી. આ ગામનું નામ ટિલ્ટેપક છે. જ્યાં જન્મનાર બાળકો સંપૂર્ણ પણે સ્વસ્થ હોય છે પરંતુ થોડા દિવસના અંતરમાં તેમની આંખોનું તેજ જતું રહે છે.
આ ગામમાં મોટાભાગના જોપોટેક સમુદાયના લોકો રહે છે. આ ગામમાં કુલ 70 ઘર છે. એકપણ ઘરમાં બારી નથી. કારણ કે બધા લોકો જોઇ શકતા નથી. તેમન સૂર્યથી મળતા પ્રકાશથી કંઇ જ લેવા દેવા નથી. આખા ગામમાં આંધળાપણા પાછળ કારણ એક ઝાડ છે. આંધત્વ પાછળ જવાબદાર ઝાડનું નામ લાવઝુએજા છે. જેને જોતાની સાથે જ માણસો, પશુ-પક્ષીઓ બધા જ આંધળા થઇ જાય છે. આ અંગે જ્યારે વૈજ્ઞાનિકોને જાણ થઇ ત્યારે વૈજ્ઞાનિકોની એક ટીમ ટિલ્ટેપક ગામે આવી પહોંચી. પરંતુ વૈજ્ઞાનિકોએ આ ઝાડને નહીં પરંતુ એક વસ્તુને અંધત્વનું કારણ ગણાવી હતી. એક હિન્દી વેબસાઇટ પ્રમાણે આ ગામ ભારતમાં જ આવ્યું છે.
વૈજ્ઞાનિકોએ આના પાછળનું મુખ્ય કારણ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ઝાડમાં કંઇ જ નથી. જેનાથી જોઇને લોકો આંધળા થઇ જાય. જોકે, અંહીં ઝેરી માંખીઓ રહે છે જેના કરડવાથી લોકોના શરીરમાં ખતરનાક કીટાણું પ્રવેશે છે અને કીટાણુ શરીમાં પ્રવેશ કરીને આંખોની મુખ્ય નશોને બંધી દે છે જેના કારણે દરેકની આંખોનું તેજ જતું રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર