Home /News /national-international /‘બ્યૂટી વિથ બ્રેઇન’આને કહેવાય, મોડેલિંગ છોડી પહેલા જ પ્રયાસમાં UPSC ક્લિઅર કરી, બની ગઈ IAS

‘બ્યૂટી વિથ બ્રેઇન’આને કહેવાય, મોડેલિંગ છોડી પહેલા જ પ્રયાસમાં UPSC ક્લિઅર કરી, બની ગઈ IAS

Aishwarya Sheoran

Success Story of IAS Officer Aishwarya Sheoran: મહિલાઓ આજકાલ દરેક ક્ષેત્રે ઝંડા લહેરવી રહી છે. પણ કોઈ માની શકે કે એક જ યુવતી જે ભણવામાં પણ ટોપર હોય અને બ્યુટી કોન્ટેસ્ટ પણ જીતી હોય! એ જ યુવતી UPSC ની પરીક્ષા પાસ કરીને IAS પણ બને. વાંચો આ Succsess Story!

વધુ જુઓ ...
  નવી દિલ્હી: આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગના ઉમેદવારોને યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા (UPSC Civil Service Exams) પાસ કરવામાં ઘણા વર્ષો લાગે છે. જો કે, ઘણા એવા ઉમેદવારો છે કે જેઓ તેમના પ્રથમ પ્રયાસમાં આ પરીક્ષા પાસ કરીને સફળતા મેળવે છે. આજે અમે એવા જ એક ઉમેદવારની વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે મોડેલિંગ છોડીને યુપીએસસીની પરીક્ષા (Model quit modeling and clear UPSC) આપી અને પહેલા જ પ્રયાસમાં કોચિંગ વગર પરીક્ષા પાસ કરી અને આઈએએસ અધિકારી (IAS Officer) બની ગઇ છે. અમે વાત કરી રહ્યાં છીએ IAS ઓફિસર ઐશ્વર્યા શ્યોરનની (IAS Officer Aishwarya Sheoran), જે વર્ષ 2015માં મિસ દિલ્હી (Miss Delhi)નો ખિતાબ પણ જીતી ચૂકી છે. જ્યારે આગામી વર્ષ 2016માં તે ફેમિના મિસ ઇન્ડિયાની ફાઇનલિસ્ટ (Femina Miss India Finalist) પણ રહી ચૂકી છે.

  10 મહીના સુધી કરી જાત મહેનત

  રાજસ્થાનના ચુરુ (Churu)ની રહેવાસી ઐશ્વર્યા શ્યોરને કોઇ પણ કોચિંગની મદદ વિના આ સ્થાન હાંસલ કરી લીધું છે. ઐશ્વર્યાએ યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન (UPSC CSE Exam) માટે 10 મહિનાની અંદર તૈયારી કરી લીધી હતી. આ માટે તેણે ઘરે જ રહીને તૈયારી કરી હતી. પરિણામે તે પોતાના પ્રથમ પ્રયાસમાં ઓલ ઇન્ડિયામાં 93મો રેન્ક મેળવીને આઇએએસ ઓફિસર બની હતી.

  મોડેલિંગની દુનિયામાં હાંસલ કરી છે સિદ્ધીઓ

  તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા યુપીએસસીની તૈયારી પહેલા મોડલિંગ કરતી હતી. તેની મોડલિંગ કારકિર્દી પણ ખૂબ જ સારી રીતે ચાલી રહી હતી અને વર્ષ 2014માં તેને દિલ્હીના ક્લિઅર એન્ડ ફ્રેશ ફેસ તરીકે પસંદ કરવામાં આવી હતી. આ પછી ઐશ્વર્યાએ વર્ષ 2015માં મિસ દિલ્હીનો ખિતાબ જીત્યો હતો. એટલું જ નહીં ઐશ્વર્યા વર્ષ 2016માં ફેમિના મિસ ઇન્ડિયાની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે. આ જ રીતે તેણે મોડેલિંગમાં ઘણા મહાન મુકામ હાંસલ કર્યા હતા. પરંતુ તેમ છતાં તેણે મોડેલિંગ છોડીને યુપીએસસીની તૈયારી કરવાનું નક્કી કર્યું. ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેને મોડલિંગમાં રસ છે, પરંતુ તેનું મુખ્ય લક્ષ્ય યુપીએસસી પાસ કરવાનું હતું. આથી તેમણે વર્ષ 2018માં સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી અને 10 મહિનાની તૈયારીમાં પરીક્ષા પાસ કરીને સફળતા મેળવી હતી.

  આ પણ વાંચો: STORY OF SUCCESS: પરીક્ષામાં બે વાર મળી નિષ્ફળતા, માતાએ આપ્યું પ્રોત્સાહન; તમામ મુશ્કેલીઓને મ્હાત આપી પરી બની IAS સક્સેસ સ્ટોરી 

  ધોરણ 12માં બની હતી સ્કૂલ ટોપર

  ઐશ્વર્યાનો પરિવાર શરૂઆતથી જ દિલ્હીમાં રહેતો હતો. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. તેમણે પ્રારંભિક શિક્ષણ ચાણક્યપુરી, દિલ્હી ખાતેની સંસ્કૃતિ શાળામાંથી કર્યું હતું. તેમણે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 97.5 ટકા ગુણ સાથે ટોપ સ્થાન મેળવ્યું હતું. 12મા પછી તેમણે દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી ગ્રેજ્યુએશન કર્યુ હતું.

  IIMમાં પણ થયું હતું સિલેક્શન

  દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ ઐશ્વર્યાએ વર્ષ 2018માં કેટની પરીક્ષા પણ આપી હતી અને આઈઆઈએમ ઈન્દોરમાં પણ તેની પસંદગી થઈ હતી. પરંતુ તેણે એડમિશન લીધું ન હતું, કારણ કે તેનું સંપૂર્ણ ધ્યાન સિવિલ સર્વિસની પરીક્ષા પર હતું.

  ઐશ્વર્યાના પિતા છે ભારતીય સેનામાં

  ઐશ્વર્યાના પિતા અજય શ્યોરન ભારતીય સેનામાં કર્નલ તરીકે તૈનાત છે. સાથે જ ઐશ્વર્યાની માતા સુમન (સુમન શ્યોરન) ગૃહિણી છે.  ઐશ્વર્યાની માતા બનાવવા ઇચ્છતા હતા મિસ ઇન્ડિયા

  ઐશ્વર્યાની માતા તેને મિસ ઇન્ડિયા બનાવવા માંગતી હતી. પરંતુ તેનું લક્ષ્ય આઈએએસ અધિકારી બનવાનું હતું. એક ઇન્ટરવ્યુ દરમિયાન ઐશ્વર્યાએ કહ્યું હતું કે ,'મારી માતાએ મારું નામ બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયના નામ પરથી રાખ્યું હતું. કારણ કે તે ઇચ્છતી હતી કે હું મોટી થઇને મિસ ઇન્ડિયા બનું. સંયોગથી મિસ ઇન્ડિયા માટે મને ટોપ 21 ફાઇનલિસ્ટમાં પણ પસંદ કરવામાં આવી હતી. પરંતુ મારું લક્ષ્ય હંમેશા આઈએએસ બનવાનું હતું."
  First published:

  Tags: IAS officer, Success story, UPSC, ભારત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन