Home /News /national-international /નોર્થ ઈસ્ટમાં તૈનાત AIS અધિકારીઓને હવે નહીં મળે અલાઉન્સ: ભારત સરકારે લીધો મોટો નિર્ણય

નોર્થ ઈસ્ટમાં તૈનાત AIS અધિકારીઓને હવે નહીં મળે અલાઉન્સ: ભારત સરકારે લીધો મોટો નિર્ણય

કેન્દ્ર સરકારે ટોચના અધિકારીઓના ભથ્થા બંધ કર્યા

Central government: કેન્દ્ર સરકારે નોર્થ ઈસ્ટમાં તૈનાત ઓલ ઈંડિયા સર્વિસના અધિકારીઓને મળતા અલાઉન્સ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

  નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નોર્થ ઈસ્ટ રીઝનમાં પોસ્ટીંગ માટે ઓલ ઈંડિયા સર્વિસ એટલે કે, AISના અધિકારીઓને અપાતા કેટલાય ઈંસેંટિવ અને અલાઉંસિઝ પાછા લેવાનો નિર્ણય કર્યો છે. આ આદેશ 23 સપ્ટેમ્બરથી લાગૂ થઈ ગયો છે. કાર્મિક મંત્રાલયે તેના સંબંધિત આદેશ જાહેર કર્યો છે.

  2009માં શરુ થયા હતા અલાઉંસ


  AIS અધિકારીઓ માટે 2009માં મોનેટરી અલાઉંસ શરુ કરવામાં આવ્યા હતા. જેને હવે બંધ કરી દેવામાં આવ્યા છે. એઆઈએસ અધિકારીઓમાં આસામ-મેઘાલય જોઈન્ટ કેડર, સિક્કિમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને મણિપુર કેડરના Indian Administrative Service (IAS), Indian Police Service (IPS) and Indian Forest Service (IFS)ના અધિકારી આવે છે.

  આ પણ વાંચો: 15 દિવસમાં કેન્દ્ર સરકાર માંગણી સ્વીકારશે નહીં તો થશે ઉગ્ર આંદોલન: ખેડૂત નેતાઓની ચેતવણી

  આ સુવિધાઓ પાછી લેવાઈ


  આદેશમાં એવું પણ કહેવાયુ છે કે, કેન્દ્રીય પ્રતિનિયુક્તિ દરમિયાન નોર્થ ઈસ્ટ કૈડરથી સંબંધિત Tribal All India Serviceના અધિકારીઓને મળતી આવકની પ્રતિપૂર્તિના પ્રોત્સાહનની સાથે સાથે સેવાનિવૃતિ બાદ આવાસની સુવિધા પણ પાછી લેવાઈ છે. જેની શરુઆતી સંબંધિત કેડર માટે 2007માં કરવામાં આવી હતી.


  અધિકારીઓએ આપી આ પ્રતિક્રિયા


  એક રિપોર્ટ અનુસાર, નોર્થ ઈસ્ટના રાજ્યોમાં સેવાઓ આવી રહેલા અધિકારીઓને હવે DOPTના આ આદેશને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં તૈનાત એઆઈએસ અધિકારીઓની સામે આવેલી પીડા અને પડકાર વિશે કોઈ ચિંતા અથવા વિચાર કર્યા વિના અસંવેદનશીલ અને અચાનક લેવામા આવેલો નિર્ણય ગણાવ્યો.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: North East

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन