લંડનને પછાડી હૈદરાબાદનું રાજીવ ગાંધી એરપોર્ટ Top 10 લિસ્ટમાં સામેલ

News18 Gujarati
Updated: May 10, 2019, 3:32 PM IST
લંડનને પછાડી હૈદરાબાદનું રાજીવ ગાંધી એરપોર્ટ Top 10 લિસ્ટમાં સામેલ
રાજીવ ગાંધી એરપોર્ટની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: May 10, 2019, 3:32 PM IST
હેદરાબાદ સ્થિત રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને AirHelp દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં સામે દુનિયાના સૌથી સારા એરપોર્ટમાં સ્થાન મળ્યું છે. હેદરાબાદનું આ એરપોર્ટ દુનિયાના ટોચના 10માંથી 8માં ક્રમાંકે રહ્યું છે.

કતારમાં હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ જાપાનના ટોક્યો અને ગ્રીસના એથેન્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ બાદ આ સૂચીમાં હેદરાબાદે સ્થાન પ્રાપ્ત કર્યું છે, તો લંડનનું ગેટવિક અને કેનેડામાં બીલી બિશપ ટોરંટો સિટીને દુનિયાનું સૌથી ખરાબ એરપોર્ટ ગણાવવામાં આવ્યું છે.

એરલાઇન્સમાં કતાર એરવેઝે સતત બીજા વર્ષે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ત્યારબાદ અમેરિકન એરલાઇન્સ, એયરોમેક્સિકો, એસએએસ સ્કેન્ડિનેવિયાઇ એરલાઇન્સ અને ટોપના પાંચમાં કાંતાસ છે. જ્યારે લિસ્ટમાં સૌથી નીચે રાયનિયર, કોરિયન એર, કુવૈત એરવેઝ, યુનાઇટેડ કિંગડમ ઇજીજેટ અને થોમસ કુક એરલાઇન્સ છે.

અહીં ક્લિક કરી વાંચોઃ દુનિયામાં સૌથી વધુ કુદરતી તેલનો ભંડાર ક્યા દેશમાં છે ?

AirHelp દ્વારા એકત્રીત કરવામાં આવેલા આંકડા પ્રમાણે ન્યૂઝ જર્સી હબને સંયુક્ત રાજ્ય અમેરિકામાં 2019માં સૌથી ખરાબ એરપોર્ટ તરીકે સ્થાન આપવામાં આવ્યું હું.

2019ના સૌથી સુંદર 10 એરપોર્ટ લિસ્ટ
Loading...

1. હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, કતાર
2. ટોક્યો ઇન્ટરનેશનલ એરપોર્ટ, જાપાન
3. એથેન્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ગ્રીસ
4. અફોન્સો પેના ઇન્ટરનેશનલ એરપોર્ટ, બ્રાઝીલ
5. ડાંસ્ક લેચ વાસા એરપોર્ટ, પોલેન્ડ
6. શેરમેતિયોવો ઇન્ટરનેશનલ એરપોર્ટ, રશિયા
7. ચાંગી એરપોર્ટ સિંગાપુર, સિંગાપુર
8. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, ભારત
9. ટેનેરિફ નોર્થ એરપોર્ટ, સ્પેન
10 વિરાકોપોસ/કેમ્પિનાસ ઇન્ટરનેશનલ એરપર્ટ, બ્રાઝિલ

લંડનનું ગેટવિક એરપોર્ટ દુનિયાના સૌથી ખરાબ એરપોર્ટના લિસ્ટમાં ટોચ પર છે


2019ના 10 સૌથી ખરાબ એરપોર્ટ

1. લંડન ગેટવિક એરપોર્ટ, યુનાઇટેડ કિંગડમ
2. બિલી બિશપ ટોરંટો સિટી એરપોર્ટ, કેનેડા
3. પોર્ટો એરપોર્ટ, પોર્ટુગલ
4. પેરિસ ઓરલી એરપોર્ટ, ફ્રાંસ
5. માન્ચેસ્ટર એરપોર્ટ, યુનાઇટેડ કિંગડમ
6. માલ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ, માલ્ટા
7. હેનરી કોઆન્ડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, રોમાનિયા
8. આઇધોવેન એરપોર્ટ, નેધરલેન્ડ
9. કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ, કુવૈત
10. લિસ્બન પોર્ટેલા એરપોર્ટ, પોર્ટુગલ
First published: May 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...