કાઠમાંડૂ: નેપાળમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક વિમાન ક્રેશ થયું છે. જેમાં 68 મુસાફરો સવાર હતા. નેપાળના પોખરામાં યેતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ થઈ ગયું છે. વિમાનમાં કુલ 68 મુસાફરો અને ચાલક દળના ત્રણ સભ્યો સવાર હતા. કાઠમાંડૂથી પોખરા માટે ઉડાન ભરતી આ યતિ એરલાઈન્સની એટીઆર-72 વિમાન રવિવારે સવારે કાસ્કી જિલ્લાના પોખરામાં ક્રેશ થયું હતું. એક અધિકારીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 30 લાશો મળી આવી છે.
A 72-seater passenger aircraft crashes on the runway at Pokhara International Airport in Nepal. Rescue operations are underway and the airport is closed for the time being. Details awaited. pic.twitter.com/Ozep01Fu4F
યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ મીડિયાને જણાવ્યું છે કે, જુના એરપોર્ટ અને પોખરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વચ્ચે આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનમાં કુલ 68 મુસાફરો હતા. સોશિયલ મીડિયા પર તેની કેટલીય પોસ્ટમાં વીડિયો અને તસ્વીરો સામે આવ્યા છે. આ પ્લેન ક્રેશ વિશે વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છીએ. દુર્ઘટનાસ્થળ પર હેલીકોપ્ટર સાથે એક બચાવ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
મુખ્ય જિલ્લા અધિકારી ટેક બહાદુર કેસીએ સ્થાનિક મીડિયાને આ જાણકારી આપી છે. જ્યારે આ પ્લેન ક્રેશમાં વધુમાં વધુ લોકોના મોત થવાની શક્યતા છે. અત્યાર સુધીમાં 30 લાશ મળી આવી છે. વિમાનમાં કુલ 68 મુસાફરો સવાર હતા. ઉપરાંત ચાલકદળના ચાર સભ્યો હતા.
હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દુર્ઘટના દિવસમાં 11 કલાકને 10 મીનિટે થઈ હતી. આ વિમાન પોખરા ઘાટીમાં સેતી નદીની ખીણમાં પડ્યું હતું. દુર્ઘટનાના સમાચાર પર એરપોર્ટ અને એરલાઈન્સની સાથે તમામ એજન્સી એલર્ટ મોડ પર આવી ગઈ. ઘટના સ્થળ પર નેપાળ સેના અને સાથે જ રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક રવાના થઈ ગઈ હતી.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર