Home /News /national-international /એર સ્ટ્રાઇક: શા માટે આ હુમલો 2016 કરતાં વધુ ઘાતક અને મોટો છે? જાણો 3 કારણ

એર સ્ટ્રાઇક: શા માટે આ હુમલો 2016 કરતાં વધુ ઘાતક અને મોટો છે? જાણો 3 કારણ

ભારતીય વાયુસેનાનું ફ્રેંચ બનાવટનું મિરાજ ફાઇટર પ્લેન

વર્ષ 1971ના યુદ્ધ બાદ ભારતે પહેલી વાર પાકિસ્તાનની એરસ્પેસમાં ઘુસીને આતંકવાદીઓને ભારતે 'ફૂકી માર્યા'

ન્યૂઝ 18 ગુજરાતી: પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા ફિદાયીન હુમલાના 12 દિવસ બાદ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મઝફ્ફરાબાદ, ચિકોટી અને બાલાકોટમાં ઘુસીમાં એર સ્ટ્રાઇક કરી હતી. વાયુસેનાના મિરાજ -2000 એરક્રાફ્ટની મદદથી ભારતે અલ્ટ્રા સેન્સર ધરાવતા બૉમ્બનો મારો કરી અને ઉરી હુમલાના બદલા કરતાં વધુ ઘાતક અને મોટો બદલો છે. ભારતે વર્ષ 1971 બાદ પહેલી વાર પાકિસ્તાનની હવાઇ સીમામાં પ્રવેશી અને હુમલો કર્યો છે. આ હુમલો શા માટે મોટો અને મહત્ત્તવપૂર્ણ છે. જાણો કારમો

1 પ્રથમ સર્જિકલ સ્ટ્રાઇક 29મી સપ્ટેમ્બરે થઈ હતી. જે ઉરી હુમલાના 11 દિવસ પછી થઈ હતી. ઉરી હુમલામાં દેશના 11 જવાનો શહીજ થયા હતા. મંગળવારે થયેલી સર્જિકલ સ્ટ્રાઇ 2 પાકિસ્તાનના અંતરિયાળ વિસ્તારમાં થઈ હતી. 1971 બાદ પહેલી વાર ભારત પાકિસ્તાનની હવાઈ સીમામાં ઘુસ્યુ અને દુશ્મોના દાત ખાંટા કરી નાંખ્યા હતા. વર્ષ 1971માં પણ ભારત પાકિસ્તાનની હવાઈ સીમામાં કારગીલ યુદ્ધ વખતે ઘુસ્યું નહોતું. વિદેશી ધરતી પર હવાઈ સીમા ઓળંગી હુમલો કરવો એ સીધી રીતે યુદ્ધ ગણાતું હોવાથી વિશ્વના કોઈ પણ દેશ હવાઈ સીમા ઓળંગતા નથી.

આ પણ વાંચો: એર સ્ટ્રાઇક: આ છે ભારતીય સેનાના 10 વિધ્વંસક હથિયારો જેનાથી કાંપે છે, દુશ્મન

2 બીજું કારણ એ છે કે સર્જિકલ સ્ટ્રાઇક 2 એટલા માટે અગત્યની છે કારણ કે પ્રથમ સર્જિકલ સ્ટ્રાઇક કરતાં આ સર્જિકલ સ્ટ્રાઇકમાં ઘાતક હથિયારો વપરાયા છે. ભારતે 1,000 કિલોમી ક્ષમતાનો બોમ્બ જૈશના ઠેકાણાઓ પર વરસાવ્યો છે. આ બોમ્બથી 300 આતંકવાદીઓના રામ રમી ગયા છે. ગત સર્જિકલ સ્ટ્રાઇકમાં 50 આતંકવાદીઓ મર્યા હતા. આ બોમ્બ લેઝર ગાઇડેડ હતા જે પડતાની સાથે જ પાણીની જેમ રેલાઇને આગ ઓકે છે.

આ પણ વાંચો: PoKમાં વાયુસેનાની એર સ્ટ્રાઇકને પગલે કચ્છ બોર્ડર પર એલર્ટ, પાકિસ્તાનનું ડ્રોન તોડી પડાયું

3 પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સ્પષ્ટ કહ્યું હતું કે જો ભારત હુમલો કરશે તો પાકિસ્તાન બદલો લેશે,આ ધમકી છતાં પાકિસ્તાનની સરહદમાં ઘુસીને પાકિસ્તાનને મારવું એ શોર્યનું કામ છે. આ સર્જિકલ સ્ટ્રાઇક સૂચવે છે કે ભારતની તૈયારી આતંકવાદને ડામવાની જ નહીં પરંતુ ધમકીઓની વચ્ચે પાકિસ્તાનના ઘરમાં ઘુસીને મારવાની પણ છે.

આ પણ વાંચો: એરફોર્સે LoC પાર જૈશના ઠેકાણા પર વરસાવ્યાં બોમ્બ, 200થી વધારે આતંકી ઠાર : સૂત્ર
First published:

Tags: Air Strike, Balakot