Air Strike: કાશ્મીરના આ પૂર્વ IAS પણ ઈચ્છે છે પાક. PM ઈમરાનને મળે 'શાંતિનો નોબેલ'

News18 Gujarati
Updated: March 3, 2019, 10:14 AM IST
Air Strike: કાશ્મીરના આ પૂર્વ IAS પણ ઈચ્છે છે પાક. PM ઈમરાનને મળે 'શાંતિનો નોબેલ'
શાહ ફૈસલ (ફાઇલ ફોટો)

પૂર્વ આઈએએસ અધિકારી રહેલા શાહ ફૈસલે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન માટે શાંતિ નોબેલ પુરસ્કારની વકાલત કરી છે

  • Share this:
ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે એક માર્ચે પાકિસ્તાનની સંસદમાં વડાપ્રધાન ઈમરાન ખાનને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો. માત્ર પાકિસ્તાન જ નહીં હવે જમ્મુ-કાશ્મીરના પૂર્વ આઈએએસ અધિકારી રહેલા શાહ ફૈજલે પણ ટ્ટિટર દ્વારા ઈમરાન ખાનને શાંતિ નોબેલ પુરસ્કારની વકાલત કરી છે. શાહ ફૈજલે ટ્ટિટ કરીને કહ્યું કે ઈમરાનને નોબેલનો શાંતિ પુરસ્કાર આપવો જોઈએ, કારણ કે તેઓએ ભારત-પાકિસ્તાનના સંબંધોને નવી દિશા આપી છે.

શું કહ્યું શાહ ફૈજલે?


શાહ ફૈજલે ટ્ટિટ કરીને કહ્યું કે દક્ષિણ એશિયામાં પાકિસ્તાનની નવી શાંતિપૂર્ણ નીતિ માટે ઈમરાન ખાનને શાંતિનો નોબેલ પુરસ્કાર આપવો જોઈએ. ઈમરાને ક્ષેત્ર (દક્ષિણ એશિયા)ના નેતાઓ સામે લીડરશિપનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે, એવામાં આ પુરસ્કાર તેમને અને અન્ય નેતાઓને ભારત-પાકની વચ્ચે શાંતિ કાયમ કરવા માટે પ્રોત્સાહિત કરશે.

 એર સ્ટ્રાઇક સામે ઉઠાવ્યા હતા સવાલ

શાહ ફૈજલે બાલાકોટમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી અને ભારત દ્વારા પાકિસ્તાની ક્ષેત્રમાં આતંકી લોન્ચ પેડને નષ્ટ કરવા માટે લેવામાં આવેલા સ્ટેન્ડ પર સવાલ ઉઠાવતા એક ટ્ટિટ કર્યું હતું, જેમાં તેઓએ રાજકીય નફા-નુકસાનનો સવાલ ઉઠાવ્યો હતો. ફૈસલે તેની પર સવાલ ઉઠાવ્યો કે આ સ્ટ્રાઇકથી કોને ફાયદો થશે? તેઓએ કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધની સ્થિતિ...ભારતમાં રાઇટ વિંગ માટે સંભવિત ચૂંટણી લાભ. કોણ હાર્યું અને કોણ જીત્યું?

 સરકારથી નારાજ થઈને આપી દીધું હતું રાજીનામું

સિવિલ સેવા પરીક્ષામાં વર્ષ 2010માં દેશભરમાં ટોપ કરનારા આઈએએસ અધિકારી શાહ ફૈસલે કાશ્મીરમાં કથિત હત્યાઓ અને આ મામલામાં કેન્દ્ર તરફથી યોગ્ય પ્રયાસ નહીં કરવાનો આરોપ લગાવતા રાજીનામું આપી દીધું હતું. કહેવાય છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં તેઓ બારામુલાથી ચૂંટણી પણ લડી શકે છે.

આ પણ વાંચો, પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે પીએમ મોદીએ કહ્યું - આજે રાફેલ હોત તો પરિણામ અલગ હોત

પાકિસ્તાન સંસદમાં ઉઠી માંગ

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સંસદમાં નોબેલ શાંતિ પુરસ્કાર ઈમરાન ખાનને આપવા માટે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. આ પ્રસ્તાવના સમર્થનમાં ફવાદ ચૌધરીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે વડાપ્રધાન ઈમરાન ખાને ઉલ્લેખનીય પહેલ કરી છે. તેઓએ શાંતિ પ્રયાસો માટે જેવી તત્પરતા દર્શાવી, તે દુર્લભ છે. ભારત-પાકની વચ્ચે તણાવ ઓછો કરી શાંતિની પહેલનો હવાલો આપતા સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને છોડવાની જાહેરાત કરતાં ઈમરાન ખાને શાંતિ તરફ પગલું ભરવાની પહેલ કરી છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં શુક્રવારે #NobelPeacePrizeForImranKhan પણ ટ્રેન્ડ કરી રહ્યું હતું.
First published: March 3, 2019, 10:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading