ન્યૂઝ18 ગુજરાતી : પુલવામાં હુમલાને લઈને ભારતીય વાયુસેનાની પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશના કેમ્પ પર કરેલી એર સ્ટ્રાઇક અંગે વિપક્ષે સરકાર પાસેથી પુરાવા માંગ્યા છે. 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના મુઝફ્ફરાબાદ તેમજ ચકોટીમાં વાયુસેનાએ મિરાજ વિમાનથી એર સ્ટ્રાઇક કરી હતી. IAFના વિમાનોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર બોમ્બ ફેંક્યા હતા. આ હુમલામાં અનેક આતંકીઓ માર્યા ગયાનો દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાને આ એર સ્ટ્રાઇકનો ઇન્કાર કર્યો છે, પરંતુ અમુક સેટેલાઇટ તસવીરો સામે આવી છે જે ભારતના દાવાને સાબિત કરી શકે છે.
NDTVના જણાવ્યા પ્રમાણે, બાલાકોટમાં જે જગ્યાએ હુમલો કરવામાં આવ્યો હતો ત્યાંની સિન્થેટિક એપર્ચર રડાર (એસએઆર) તસવીરો સરકાર પાસે છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આતંકી અડ્ડાઓ ધ્વસ્ત થઈ ગયા છે.
આ પહેલા અમુક સ્વતંત્ર સેટેલાઇટ ઇમેઝરી નિષ્ણાતોએ મિરાજ 2000 પ્લેન મારફતે આતંકી ઠેકાણાઓ પર ચોક્કસ બોમ્બમારો કરવાની લઈને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે સેટેલાઇટ તસવીરોથી એવું સામે આવ્યું છે કે બોમ્બવર્ષાને કારણે બહુ ઓછું નુક્સાન થયું છે. આ બોમ્બ આતંકી ઠેકાણાઓથી લગભગ 150થી 200 મીટર દૂર પડ્યા હતા.
NDTVના જણાવ્યા પ્રમાણે મિરાજ વિમાનાઓ કુલ છ જગ્યાએ આતંકી અડ્ડાઓ પર ઈઝરાયેલી બોમ્બ ફેંક્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય રક્ષા અધિકારીઓએ સ્વતંત્ર સેટેલાઇટ ઇમેઝરી નિષ્ણાતોની વાતને રદ કરી નાખી છે. અધિકારીઓનું કહેવું છે કે, 'એસએઆરથી જે તસવીરો મળી છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, ત્યાં ટાર્ગેટ બરાબર હીટ થયા છે. જ્યાં નુકસાન થયું છે ત્યાં પાકિસ્તાન ફરીથી સમારકામ કરી રહ્યું છે.'
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મિરાજ 2000 લડાકૂ વિમાને પ્રથમ નિયંત્રણ રેખા (LoC) પાર કરીને Spice 2000 glide bombs અને એજીએમ-142 મિસાઇલ દ્વારા ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા હતા. આ વિમાનમાં ઇલેક્ટ્રો, ઓપ્ટિકલ સેન્સર હતા, જેમાં ફોટોઝ કેપ્ચર કરવાની ક્ષમતા હોય છે. પરંતુ ગાઢ વાદળોને કારણે આ તસવીરો કેદ થઈ શકી ન હતી. જ્યારે સુખોઈ 30 એમકેઆઈ લડાકૂ વિમાન જે મિરાજ 2000ની સુરક્ષા માટે મોકલવામાં આવ્યા હતા, તેની ઉચ્ચ ટેક્નોલોજીને કારણે વાદળોની વચ્ચે પણ આખા વિસ્તારની તસવીરો લેવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર