Home /News /national-international /અમેરિકામાં એર સેવા ઠપ, 4 હજાર ફ્લાઈટ્સ પ્રભાવિત; કમાન્ડ સિસ્ટમે કહ્યું- અત્યારે કોઈ ઉકેલ નથી
અમેરિકામાં એર સેવા ઠપ, 4 હજાર ફ્લાઈટ્સ પ્રભાવિત; કમાન્ડ સિસ્ટમે કહ્યું- અત્યારે કોઈ ઉકેલ નથી
અમેરિકાની એર સિસ્ટમ ઠપ્પ
અહેવાલો અનુસાર, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની કમ્પ્યુટર સિસ્ટમમાં તકનીકી ખામીને કારણે સમગ્ર અમેરિકામાં ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. સિવિલ એવિએશનની વેબસાઈટ અનુસાર, લગભગ 4,000 ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે.
વોશિંગ્ટન. અમેરિકામાં કેટલીક ટેકનિકલ ખામીના કારણે તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેના કારણે હજારો લોકો ફસાયા છે. કેટલાક અહેવાલો અનુસાર, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની કમ્પ્યુટર સિસ્ટમમાં તકનીકી ખામીને કારણે સમગ્ર અમેરિકામાં ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. સિવિલ એવિએશનની વેબસાઈટ અનુસાર, લગભગ 4,000 ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે અથવા હાલના સમયમાં ગ્રાઉન્ડ થઈ ગઈ છે. જેના કારણે હજારો લોકો ફસાયા છે.
ધ એક્સપ્રેસના અહેવાલ મુજબ, એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ કમાન્ડ સેન્ટરે મુસાફરોને લાંબા વિલંબ માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે. આ સાથે, કમાન્ડ સિસ્ટમ તરફથી એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે હાલમાં આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી.
Flights across the United States affected after the Federal Aviation Administration experienced a computer outage, reports US media pic.twitter.com/L61cesB4fn
FAAએ કહ્યું: "અમે વસ્તુઓની ચકાસણી કરી રહ્યા છીએ. હવે સિસ્ટમ ફરીથી રિસ્ટાર્ટ કરી રહ્યા છીએ. નેશનલ ફ્લાય ઝોન સિસ્ટમની કામગીરીને અસર થઈ છે. ટેક્નિકલ ખામીઓ દૂર કરવાના પ્રયત્નો શરૂ છે. અમે પરિસ્થિતિ વિશે અપડેટ કરતા રહીશું."
NBC ન્યૂઝ અનુસાર, લગભગ 400 ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. તેમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઓપરેશનનો સમાવેશ થાય છે. અમેરિકન સમય અનુસાર આ ટેકનિકલ ખામી સવારે લગભગ 5.31 વાગ્યે સામે આવી હતી.
અહેવાલો અનુસાર, ફિલાડેલ્ફિયા, ટેમ્પા અને હોનોલુલુ સહિત અનેક એરપોર્ટ પરથી ઉપડનારી ફ્લાઈટ્સ મોડી પડી રહી છે. આ ઉપરાંત, વર્જિનિયાના આર્લિંગ્ટનમાં રોનાલ્ડ રીગન વોશિંગ્ટન એરપોર્ટ પર ફ્લાઈટ મોડી પડી રહી છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર