વાયુ પ્રદૂષણ વધવાને કારણે લોકોના સ્વાસ્થ્યની સાથે વેપારને પણ નુકસાન થઈ રહ્યું છે. એક સ્ટડી અનુસાર વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે ભારતીય વ્યવસાયને 95 બિલિયન ડોલર(7 લાખ કરોડથી વધુ) નુકસાન થાય છે. આ નુકસાન ભારતની GDPના અંદાજિત 3 ટકા બરાબર છે. ડલબર્ગ એડવાઈઝર્સ અને ઉદ્યોગ સમૂહ CIIએ કરેલ સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે વાર્ષિક સંગ્રહ 50% બરાબર નુકસાન થઈ રહ્યું છે અથવા ભારતના સ્વાસ્થ્ય બજેટ કરતા દોઢ ગણું છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતનું IIT ક્ષેત્ર દેશના GDPમાં 9% યોગદાન આપે છે. પ્રદૂષણને કારણે ઉત્પાદકતા ઓછી થવાને કારણે 1.3 બિલિયન અમેરિકી ડોલરનું નુકસાન ભોગવવું પડે છે. જો આ પ્રમાણે વાયુ પ્રદૂષણમાં વૃદ્ધિ થશે તો આ આંકડો 2030 સુધીમાં ડબલ થઈ શકે છે.
2030માં આંકડો વધી શકે છે
રિપોર્ટ અનુસાર 2030 સુધીમાં આ આંકડો વધવાની આશંકા છે, જેનાથી ભારતની ગણતરી એવા પ્રમુખ દેશોમાં થશે, જ્યાં પૂર્વ મૃત્યુદરના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને નુકસાન થાય છે. આર્થિક રૂપે જોવા જઈએ તો કાર્ય દિવસોના નુકસાનને કારણે 2019માં ભારતીય અર્થવ્યવસ્થાને 44 બિલિયન અમેરિકી ડોલરનું નુકસાન થયું છે.
વાયુ પ્રદૂષણના કારણે દર વર્ષે 15 લાખ લોકોના મોત થાય છે. NGTએ વાયુ ગુણવત્તાની સ્થિતિમાં સુધાર લાવવા માટે અસરકારક પગલા લેવા માટે આઠ સભ્યો ધરાવતા રાષ્ટ્રીય કાર્ય બળ(NTF)નું ગઠન કર્યું છે. NGT અધ્યક્ષ ન્યાયમૂર્તિ એ.કે.ગોયલની અધ્યક્ષતાવાળી પીઠે જણાવ્યું કે સમયની માંગ અનુસાર સરકારમાં દરેક સ્તર પર સમગ્ર અને સમન્વિત પ્રયાસ કરવામાં આવે.
પર્યાવરણ સુધારવા માટે નિષ્ણાંતો પાસેથી લેવામાં આવે છે સલાહ
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય જણાવે છે કે પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે નિષ્ણાંતોની સલાહ લેવામાં આવી રહી છે. દિલ્હીની હવા અને પર્યાવરણમાં સુધારો આવે તે માટે અભિયાન ચલાવવમાં આવશે. કોન્ફરન્સમાં પર્યાવરણમંત્રીએ આપેલ સલાહ અનુસાર સરકાર પગલા લેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર