ફરી 'ગેસ ચેમ્બર' બની દિલ્હી- NCR, વાયુ પ્રદૂષણ મામલે આજે સુનવાણી કરશે સુપ્રીમ કોર્ટ

ફરી 'ગેસ ચેમ્બર' બની દિલ્હી- NCR

થોડા દિવસો પહેલાં દિલ્લી અને તેનાં નજીકનાં NCRમાં વાયુ પ્રદૂષણ વધવાનું કારણ દિવાળી અને છઠનાં સમયે થયેલી ભારે આતિશાજી પણ છે. જેનાંથી હવાની ગતિ અને દિશાએ દિલ્હીને ગેસ ચેમ્બરમાં બદલી નાંખી છે.

 • Share this:
  દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અતિ જોખમી સ્તરે પહોંચી ગયું છે. પીએમ-10નું સ્તર સામાન્ય રીતે 100 હોય તો એ સલામત ગણાય છે, તેના બદલે પ્રતિ ક્યૂબિક મીટર 577 માઈક્રોગ્રામ સુધી પહોંચ્યું છે. લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અતિ જોખમી સ્તરે પહોંચી ગયું છે. પીએમ-10નું સ્તર સામાન્ય રીતે 100 હોય તો એ સલામત ગણાય છે, તેના બદલે પ્રતિ ક્યૂબિક મીટર 577 માઈક્રોગ્રામ સુધી પહોંચ્યું છે. લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

  કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કહેવા પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં પીએમ 2.5 નામથી જાણીતા કણોનું સરેરાશ પ્રમાણે 300ને પાર થઈ ગયું હતું. સાંજ સુધીમાં એમાં ધરખમ વધારો થતાં 381નો આંકડો પાર થયો હતો. આ સ્તર ખૂબ જ જોખમી ગણાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પાટનગરના લોકો શ્વાસમાં ઝેરી વાયુ ભરી રહ્યા છે. જેથી લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.

  આ પણ વાંચો-સાસુ-સસરાનો વહુ પર ત્રાસ-'તું અમારી શાન પ્રમાણે દહેજ લાવી નથી, એટલે સહન કરવું જ પડશે'

  ગ્રાન્ડેડ રીસ્પોન્સ એક્શન પ્લાનની કમિટિએ સલાહ આપી હતી કે પ્રદૂષણ નિયંત્રણમાં લાવવા માટે સરકારી એજન્સીઓ અને ખાનગી કંપનીઓ વાહન વ્યવહાર તાકીદની અસરથી 30 ટકા સુધી ઘટાડે તે યોગ્ય રહેશે. જો એવું નહીં થાય તો વાયુ પ્રદૂષણ હજુ પણ વધી જશે.

  આ પણ વાંચો-દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસ: 350 કરોડ રૂપિયાનાં ડ્રગ્સ મામલે વધુ બે આરોપીની ધરપકડ

  અહેવાલો પ્રમાણે દિલ્હી આસપાસ 4000 ખેતરોમાં પરાલી બાળવામાં આવી હતી. એના કારણે દિલ્હીનું આકાશ પ્રદૂષિત થયું હતું. આ ખેતરોમાંથી નીકળતા ધુમાડાના કારણે એક જ દિવસમાં 35 ટકા સુધી પ્રદૂષણ વધ્યું હતું. આ ઉપરાંત થોડા દિવસો પહેલાં દિલ્લી અને તેનાં નજીકનાં NCRમાં વાયુ પ્રદૂષણ વધવાનું કારણ દિવાળી અને છઠનાં સમયે થયેલી ભારે આતિશાજી પણ છે. જેનાંથી હવાની ગતિ અને દિશાએ દિલ્હીને ગેસ ચેમ્બરમાં બદલી નાંખી છે.

  દિલ્હીમાં લોકોએ આંખમાં બળતરાની ફરિયાદ કરી હતી. પ્રદૂષણનું પ્રમાણ એ હદે વધી ગયુ સાથે સાથે હવામાં ધુમ્મસને કારણે સૂર્ય દેવ નારંગી દેખાયા હતા. સ્મોગના કારણે લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. પાટનગરમાં ઘણાં સ્થળોએ એટલું ગાઢ ધુમ્મસ હતું કે વિઝિબિલિટી 200 મીટર સુધી ઓછી થઈ ગઈ હતી.

  ક્યા વિસ્તારમાં કેટલું વાયુપ્રદૂષણ
  વિસ્તાર               ઈન્ડેક્ષ
  ફરિદાબાદ         460
  ગાઝિયાબાદ    486
  ગ્રેટર નોઈડા     478
  ગુરુગ્રામ            448
  નોઈડા               488

  સરકારી એજન્સીના આંકડાં પ્રમાણે દિલ્હીમાં આ સીઝનનું સૌથી વધુ વાયુ પ્રદૂષણ અને ધુમ્મસ નોંધાયું હતું. દેશના પાટનગરમાં સામાન્ય રીતે 1લી નવેમ્બરથી 15મી નવેમ્બર દરમિયાન દર વર્ષે ભયાનક હવાનું પ્રદૂષણ નોંધાતું હોય છે. આ વખતે 18મી નવેમ્બર સુધી વાયુ પ્રદૂષણ ભયજનક સપાટીએ રહેશે એવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

  એર ક્વોલિટી ઈન્ડેક્ષ કેટલો હોવો જોઈએ?સામાન્ય રીતે એર ક્વોલિટી ઈન્ડેક્ષ શૂન્યથી 50 સુધી હોય એ આદર્શ સ્થિતિ ગણાય છે. 51થી 100 સુધી હોય તો એ ઠીક-ઠીક સારી ગણાય છે. 101થી 200 સુધીનો એર ક્વોલિટી ઈન્ડેક્ષ હોય તો એ મધ્યમની કેટેગરીમાં મૂકવામાં આવે છે. 201થી 300નો ઈન્ડેક્ષ ખરાબ કહેવાય છે. 301થી 400 ખૂબ જ ખરાબ ગણવામાં આવે છે. જ્યારે એર ક્વોલિટી ઈન્ડેક્ષ 401થી 500 કે તેનાથી વધુ હોય તો તેને અતિ ખતરનાકની શ્રેણીમાં મૂકવામાં આવે છે. દિલ્હીમાં અત્યારે સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્ષ 471 સુધી પહોંચી ચૂક્યો છે. એટલે કે ખતરનાક સ્તરે છે.
  Published by:Margi Pandya
  First published: