Home /News /national-international /ગરીબો પર થાય છે પ્રદૂષણની સૌથી વધારે અસર, આ ઉપાયોથી થઈ શકે છે બચાવ

ગરીબો પર થાય છે પ્રદૂષણની સૌથી વધારે અસર, આ ઉપાયોથી થઈ શકે છે બચાવ

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ વધવાને લીધે શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે.

Air Pollution in Delhi – NCR: કાઉન્સિલ ઓન એનર્જી એનવાયરમેન્ટ એન્ડ વોટરની પ્રોગ્રામ લીડ તનુશ્રી ગાંગુલી કહે છે કે, વાયુ પ્રદુષણનો તમામ વર્ગ ઉપર એક જેવો પ્રભાવ નથી પડતો. રહેણીકરણીની તેના પર અસર થાય છે.

  નવી દિલ્હી. રાજધાની દિલ્હી સહિત આખા એનસીઆરમાં પ્રદૂષણ (Pollution) નું લેવલ ઝડપથી વધી રહ્યું છે. પાછલા અમુક દિવસોમાં હવાની ગુણવત્તા (Air Quality)ની અત્યંત ખરાબ સ્થિતિમાં પહોંચી જવાના કારણે અહીં રહેનારા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. એટલું જ નહીં, હવામાં વધતા ઝેરના કારણે લોકોને ફેફસા અને શ્વાસ સંબંધી રોગો સામે પણ લડવું પડે છે. આ જ કારણ છે કે, હોસ્પિટલમાં રેસ્પિરેટરી સંબંધી બીમારીઓના દર્દી વધારે જોવા મળે છે. જોકે, એવું નથી કે પ્રદૂષણ બધા લોકો ઉપર ખરાબ અસર નાખી રહ્યું છે. તેમાં પણ ગરીબ (Poor) અને અમીર ઉપર અલગ અલગ અસર પડી રહી છે.

  કાઉન્સિલ ઓન એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટર (CEEW)ની પ્રોગ્રામ લીડ તનુશ્રી ગાંગુલી કહે છે કે, વાયુ પ્રદૂષણનો બધા વર્ગો ઉપર એકજેવો પ્રભાવ નથી પડતો. રહેણીકરણી અને સગવડના અભાવમાં પ્રદૂષણની ગરીબો ઉપર વધારે અસર પડે છે. તેમની પાસે ઘર અને ઘરની અંદર આરામની ચીજવસ્તુઓ નથી. તેઓ દરરોજ કામ માટે ઘરની બહાર નીકળે છે અથવા ઘરની બહાર જ રહે છે. તેની સાથે પ્રદૂષણ અને પ્રદૂષિત જગ્યાએ સીધા સંપર્કમાં રહે છે. તેમની પાસે વાયુ પ્રદૂષણ (Air Pollution)થી બચવા માટે એર પ્યૂરીફાયર (Air Purifier) જેવા સાધનો પણ નથી હોતા.

  તનુશ્રી કહે છે કે, ગરીબો ઉપર પ્રદૂષણની વધારે અસર પડવાનું એક કારણ એ પણ છે કે, તેઓ ઠંડીથી બચવા માટે જે ઉપાયો અજમાવે છે તે આખરે તેમને વધારે અસર કરે છે. જેમ કે, ઠંડીથી બચવા માટે આગ પેટાવવી, તેમાં પણ સુકાયેલા પાંદડા, કચરો, પ્લાસ્ટિક, રબર વગેરેને બાળવું, વગેરે. આ વસ્તુઓ ગરમી તો આપે છે, પરંતુ તેમાંથી નીકળતો વિષાણુ ગેસ અને હાનિકારક તત્ત્વો તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

  આ પણ વાંચો: Pollution : દિલ્હી-NCRમાં આગામી આદેશ સુધી શાળા-કોલેજ બંધ, વર્ક ફ્રોમ હોમ પર ભાર

  તે કહે છે કે, મોટાભાગના ગરીબ લોકો રસ્તાઓ પર રહે છે. આ દરમિયાન વાહનોથી થનારું પ્રદૂષણ, ધૂળ (Dust) વગેરેની ચપેટમાં આવી જાય છે. તેમાંથી બચવાનો પણ કોઈ ઉપાય તેમની પાસે નથી હોતો. બીજી બાજુ ફેક્ટરી અને ઉદ્યોગ જેવી જગ્યાએ સતત અને રોજિંદુ કામ કરવાના કારણે તેમને વધારે પડતો સમય પ્રદૂષણ સાથે પસાર થાય છે. તેમની પાસે પાછા પ્રદૂષણથી બચવાના સંસાધન હોય છે અને હોય તો તેનો ઉપયોગ કરવાને લઈને બેદરકાર હોય છે. જે તેમની સ્થિતિને વધારે દુષ્કર બનાવે છે.

  આ 5 ઉપાયોથી ગરીબોને બચાવવામાં મદદ મળી શકે છે-

  તનુશ્રી કહે છે કે પ્રદૂષણ સામે બધા ઝઝૂમી રહ્યા છે, પણ કેટલીક ચીજો છે જેનું ધ્યાન રાખવામાં આવે તો તેની અસર ઘટી શકે છે.

  -ગરીબો, ખાસ કરીને બેઘરને ગરમ કપડાં આપવાની અને તેમના રહેવાની જગ્યા ગરમ રાખવાની વ્યવસ્થા કરવાની જરૂર છે, જેથી તેમને ઠંડીથી બચવા આગ ન લગાડવી પડે.

  આ પણ વાંચો: ભારતના પહેલાં સમલૈંગિક જજ બની શકે છે સૌરભ કૃપાલ, SC કોલેજિયમે આપી મંજૂરી

  -તમામ મકાન માલિકો અને રેસિડન્ટ વેલફેર એસોસિએશન (RWA)એ પોતાને ત્યાં સુરક્ષાકર્મીઓને ઇલેક્ટ્રિક હીટર આપવું જોઈએ. જેથી તેઓ આગ નહીં લગાડે અને પ્રદૂષણથી બચી શકશે.

  -સરકારે બધી બાંધકામની પ્રવૃત્તિઓ અટકાવવાનું ન કહેવું જોઈએ. કેટલાંક એવા બાંધકામ પણ હોય છે જેમાં વાયુ પ્રદૂષણ વધતું નથી. તેને વર્ગીકૃત કરવા જોઈએ. જો બધી જગ્યાએ બાંધકામ બંધ થશે તો તેની અસર ગરીબોની આજીવિકા પર પડશે. તેઓ કામ માટે ઘરની બહાર નીકળશે અને પ્રદૂષણનો શિકાર બનશે.

  -ગાંગુલી કહે છે કે સરકારો અને નાગરિક સંસ્થાઓએ હંમેશા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. પછી તે કોઈપણ બાંધકામ હોય, કારખાનું હોય કે સામાજિક કાર્ય હોય.

  -ગરીબોમાં પોષણની ઉણપને દૂર કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. જો આપણને પૌષ્ટિક ખોરાક ન મળે તો પણ પ્રદૂષણની ગંભીર અસર થાય છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Delhi ncr, Delhi Pollution, National News in gujarati

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन