બાલાકોટ એરસ્ટ્રાઇકના ચીફનો ખુલાસો, આ કારણે 26 ફેબ્રુઆરીએ હુમલો કરાયો

News18 Gujarati
Updated: September 4, 2019, 12:11 PM IST
બાલાકોટ એરસ્ટ્રાઇકના ચીફનો ખુલાસો, આ કારણે 26 ફેબ્રુઆરીએ હુમલો કરાયો
બાલાકોટ એરસ્ટ્રાઇક એક એવું મિશન હતું જેના વિશે છેલ્લી ઘડી સુધી કોઈને કંઈ જ ખબર નહોતી

બાલાકોટ એરસ્ટ્રાઇક એક એવું મિશન હતું જેના વિશે છેલ્લી ઘડી સુધી કોઈને કંઈ જ ખબર નહોતી

  • Share this:
નવી દિલ્હી : આ વર્ષે 25-26 ફેબ્રુઆરીની રાત્રે ભારતે પાકિસ્તાનના બાલાકોટ (Balakot)માં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક (Air Strike) કર્યુ હતું. આ હુમલામાં અનેક આતંકી ઠેકાણા નષ્ઠ થયા અને અસંખ્ય આતંકી માર્યા ગયા. આ એક એવું મિશન હતું જેના વિશે છેલ્લી ઘડી સુધી કોઈને કંઈ જ ખબર નહોતી. હુમલા બાદ સમગ્ર દુનિયાને જાણ થઈ કે ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કર્યુ છે. હવે આ મિશનને લઈને તેનાથી જોડાયેલા એક સૈન્ય અધિકારીએ રસપ્રદ કિસ્સો જણાવ્યો છે.

કોઈને શંકા ન જાય તે માટે ઘરે જઈને બર્થડે કેક કાપી

તે મિશનના ચીફ રહેલા એર માર્શલ સી. હરિ કુમાર હુમલાના બે દિવસ બાદ નિવૃત્ત થઈ ગયા. હવે તેઓએ દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે મિશનવાળી રાત્રે તેઓએ 12 વાગ્યે ઘરે જઈને બર્થડે કેક કાપી, જેના કારણે કોઈને શંકા ન જાય. નોંધનીય છે કે, સી. હરિ કુમાર એર સ્ટ્રાઇકના બે દિવસ બાદ નિવૃત્તિ થઈ ગયા હતા. તેઓએ કહ્યું કે, તે રાત્રે મારો જન્મદિવસ હતો. રાત્રે 12 વાગ્યે ઘરેથી સંદેશ આવ્યો કે મિત્ર કેક લઈને જન્મદિવસ ઉજવવા પહોંચ્યા છે. કોઈને મિશન વિશે શંકા ન જાય, તેથી હું ઘરે ગયો, કેક કાપી અને કન્ટ્રોલ રૂમમાં આવી ગયો.

આ પણ વાંચો, રશિયામાં ફરી જોવા મળી મોદી અને પુતિનની ખાસ દોસ્તી, ભેટીને કર્યુ સ્વાગત

તે રાત્રે શું-શું થયું?

એર સ્ટ્રાઈક માટે 25-26 ફેબ્રુઆરીની રાત નક્કી કરવામાં આવી હતી. તેના 7 દિવસ પહેલા તેની જાણકારી આપવામાં આવી હતી. દિલ્હીના ઈન્ડિયા ગેટ પર આકાશ મેસની તે સાંજ હંમેશા યાદગાર રહેશે. તે રાત્રે 12 વાગ્યા બાદ મારો જન્મદિવસ હતો અને મારા મગજમાં એક મોટું મિશન હતું. નિવૃત્તિ પાર્ટી પહેલાથી નક્કી હતી, તેથી મિશનની સીક્રસી કાયમ રાખવા માટે તેને કેન્સલ ન કરી. પાર્ટીમાં મેં વેઇટરને બોલાવ્યો અને તેના કાનમાં કહ્યું કે, લાઇમ કોર્ડિયલ (જ્યૂસ અને ખાંડથી બનેલું નોન-આલ્કોહોલિક ડ્રિંક)ના ડબલ ડોઝની સાથે પાણી, જેથી રંગ વ્હિસ્કી જેવો દેખાય. પાર્ટીમાં 80 અધિકારી હતી. એરચીફ બીએસ ધનોઆ મને લોન તરફ લઈ ગયા. મને છેલ્લી તૈયારીઓ વિશે પૂછ્યું અને કહ્યું કે જ્યારે ઓપરેશન પૂરું થઈ જાય તો ફોન પર માત્ર 'બંદર' બોલી દેજો.હુમલાનો દિવસ કેવી રીતે પસંદ કર્યો?

એર માર્શલ સી. હરિ કુમારે જણાવ્યું કે, અમે એવા સમયે હુમલો કરવા માંગતા હતા, જ્યારે તમામ આતંકી એક સ્થળે એકત્ર થયા હોય. એ રાતનો સમય હોઈ શકે છે. આતંકી ઠેકાણાઓ પણ નમાજ પહેલા સવારે ચાર વાગ્યે હલચલ શરૂ થઈ જાય છે. જેથી એક કલાક પહેલા તેઓ પોતાની પથારીમાં હોય છે. ભારતમાં તે સમયે સાડા ત્રણ વાગ્યા હશે અને પાકિસ્તાનમાં ત્રણ. તે રાત્રે ચંદ્રની ખાસ સ્થિતિ હતી. 19 ફેબ્રુઆરીએ પૂનમ હતી. મિશનનો સમય 3થી 4 વાગ્યા સુધી ચંદ્ર ક્ષિતિજથી 30 ડિગ્રી પર રહેવાનો હતો. એવામાં ચંદ્રનો પ્રકાશ એકદમ આદર્શ હતો. તે દિવસે હવામાનની પશ્ચિમી હલચલોની અસર ઓછી હતી. એકદમ ચોકસાઈપૂર્વકના બોમ્બમારા માટે હવાઓ આડે આવી શકતી હતી.

આ પણ વાંચો, લંડનમાં પાકિસ્તાની મૂળના લોકોની અસભ્ય હરકત, ભારતીય હાઇ કમિશન પર ઇંડા-પથ્થર ફેંક્યાં
First published: September 4, 2019, 12:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading