મહિલા પાયલટોએ રચ્યો ઈતિહાસ- નોર્થ પોલ પાર કરી સાન ફ્રાન્સિસ્કોથી ભારત પહોંચી એર ઈન્ડિયાની ફ્લાઇટ

મહિલા પાયલટોએ રચ્યો ઈતિહાસ- નોર્થ પોલ પાર કરી સાન ફ્રાન્સિસ્કોથી ભારત પહોંચી એર ઈન્ડિયાની ફ્લાઇટ
Air Indiaની મહિલા પાયલટોની ટીમ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી 16 હજાર કિલોમીટરનું અંતર કાપી બેંગલુરુ પહોંચી છે

Air Indiaની મહિલા પાયલટોની ટીમ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી 16 હજાર કિલોમીટરનું અંતર કાપી બેંગલુરુ પહોંચી છે

  • Share this:
    નવી દિલ્હીઃ એર ઈન્ડિયા (Air India)ની મહિલા પાયલટોની એક ટીમ (All-women pilot team)એ દુનિયાની સૌથી લાંબા હવાઇ યાત્રા માર્ગ ઉત્તર ધ્રુવ (North Pole) પર ઉડાન ભરીને નવો ઈતિહાસ રચી દીધો છે. આ મહિલા પાયલટો અમેરિકા (America)ના સાન ફ્રાન્સિસ્કો (San Francisco)થી 16 હજાર કિલોમીટરનું અંતર કાપી બેંગલુરુ (Bengaluru)પહોંચી છે. 16 હજાર કિલોમીટરની આ સફર પાર કરનારી ટીમને પાયલટ ઝોયા અગ્રવાલ (Zoya Agarwal)એ લીડ કરી. મહિલા પાયલટોના આ કીર્તિમાન વિશે એર ઈન્ડિયા પોતાના ટ્વીટર હેન્ડલથી સમયાંતરે જાણકારી આપી રહી હતી. સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ પણ તેને લઈને ટ્વીટ કર્યું.

    નોંધનીય છે કે, પ્લેન નોર્થ પોલથી ઉપરથી પસાર થઈને ભારત પહોંચ્યું છે. જોયા એ જ મહિલા પાયલટ છે જેઓએ 2013માં બોઇંગ-777 પ્લેન ઉડાવ્યું હતું. તે સમયે તેઓ પ્લેન ઉડાવનારી સૌથી યુવા મહિલા પાયલટ હતી. આ જ કારણ છે કે તેમને આ વખતે આ મોટી જવાબદારી સોંપવામાં આવી. કો-પાયલટ તરીકે જોયાની સાથે કેપ્ટન પાપગરી તનમઈ, કેપ્ટન શિવાની અને કેપ્ટન આકાંક્ષા સોનવરે છે.



    આ પણ વાંચો, OMG: સોનાના સિક્કા મળ્યાની અફવા બાદ સમગ્ર ગામે શરૂ કરી દીધું નદીમાં ખોદકામ, પરંતુ...

    Air Indiaએ ટ્વીટ કરીને લખ્યું કે, વેલકમ હોમ, કેપ્ટન ઝોયા, કેપ્ટન પાપાગરી તનમઈ (Capt Papagiri Thanmei), કેપ્ટન શિવાની (Capt Shivani) અને કેપ્ટન આકાંક્ષા સોનવરે (Capt Akanksha)ની આ યાત્રી માઇલસ્ટોન સાબિત થશે. એર ઈન્ડિયા માટે આ ક્ષણ ગૌરવ અપાવનારી છે. અમે AI176ના પેસેન્જરોને પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ, જેઓ આ ઐતિહાસિક સફરનો હિસ્સો બન્યા.

    આ પણ વાંચો, ઈમરાન ખાને ફરી આલાપ્યો કાશ્મીર રાગ, કહ્યુ- આર્ટિકલ 370ની બહાલી સુધી ભારત સાથે વાતચીત નહીં




    17 કલાકથી વધુ લાંબી હવાઈ સફર

    આ હવાઈ રૂટ પર સફર 17 કલાકથી વધુની છે. ઉડાનના દિવસે હવાની ગતિ સફરના સમયને નિર્ધારિત કરે છે. આ રૂટના શરૂ થવાથી એર ઈન્ડિયાને આર્થિક રીતે ફાયદો થશે. સફરમાં ઓછો સમય લાગશે અને તે ઝડપી અને સસ્તી પણ થશે. એર ઈન્ડિયા અને ભારતમાં કોઈ પણ એરલાઇન તરફથી સંચાલિત થનારી આ દુનિયાની સૌથી લાંબી કોમર્શિયલ ફ્લાઇટ છે. એર ઈન્ડિયામાં કોઈ ફ્લાઇટના મુકાબલે મહિલા કર્મચારીઓની સંખ્યા વધુ છે. એર ઈન્ડિયાની કાર્યકારી નિદેશક નિવેદિતા ભસીને આ પહેલી સાન ફ્રાન્સિસ્કો – બેંગલુરુ ફ્લાઇટમાં યાત્રા કરી.
    Published by:Mrunal Bhojak
    First published:January 11, 2021, 09:23 am

    ટૉપ ન્યૂઝ