'શું તને દરરોજ પતિના સાથની જરૂર નથી પડતી,' AIના પાયલટ સામે ફરિયાદ

News18 Gujarati
Updated: May 15, 2019, 10:37 AM IST
'શું તને દરરોજ પતિના સાથની જરૂર નથી પડતી,' AIના પાયલટ સામે ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

સિનિયરે મહિલા પાયલટે પૂછ્યું કે, તેનો પતિ બહાર રહે છે છતાં તે કેવી રીતે એકલી રહી શકે છે.

  • Share this:
નવી દિલ્હી :  એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે એક મહિલા પાયલટે મેનેજમેન્ટ સમક્ષ એક સિનિયર પાયલટ વિરુદ્ધ અરજી આપી છે. મહિલા પાયલટના જણાવ્યા પ્રમાણે સિનિયર પાયલટ તેણીને અયોગ્ય સવાલો પૂછી રહ્યો હતો. આ મામલે એર ઇન્ડિયા તરફથી સિનિયર પાયલટ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્તાન ટાઇમ્સે વાયર એજન્સીના હવાલેથી લખ્યું છે કે મહિલા પાયલટે તેની ફરિયાદમાં લખ્યું છે કે, "પાંચમી મેના રોજ હૈદરાબાદ ખાતે તાલિમ પૂર્ણ થયા બાદ તેના ઇન્સ્ટ્રક્ટરે તેણીને ડિનર માટે એક હોટલમાં જવાનું સૂચન કર્યું હતું. મેં તેમની સાથે અનેક વખત ફ્લાઇટ ઉડાવી હોવાથી તેમજ તેમનું વર્તન ખૂબ જ સારું હોવાથી મેં આ માટે હા પાડી હતી. અમે સાંજે આઠ વાગ્યે રેસ્ટોરન્ટમાં ગયા હતા, જે બાદમાં મારી સાચી મુશ્કેલી શરૂ થઈ હતી."

મહિલા પાયલટે પોતાની ફરિયાદમાં આગળ લખ્યું છે કે, "તેમણે મને પોતાના લગ્ન જીવન વિશે વાત કરી હતી. તેમણે મને કહ્યું કે લગ્નજીવનથી તે ખૂબ જ હતાશ અને પરેશાન છે. તેણે મને એવો પણ સવાલ કર્યો કે મારો પતિ મારાથી દૂર રહેતો હોવા છતાં હું કેવી રીતે રહી શકું છું. સિનિયરે એવો પણ સાવલ કર્યો કે શું મારે દરરોજ સેક્સ કરવાની જરૂર ન્હોતી પડતી. વાત એટલી આગળ વધી કે એક તબક્કે મેં તેમને કહી દીધું કે મારે આ મુદ્દે કોઈ વાત કરવી નથી અને હું ત્યાંથી નીકળી ગઈ હતી."
First published: May 15, 2019, 10:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading