હવે એર ઇન્ડિયા અડધા ભાડામાં મુસાફરી કરાવશે, આવી છે ઓફર

News18 Gujarati
Updated: May 10, 2019, 10:42 PM IST
હવે એર ઇન્ડિયા અડધા ભાડામાં મુસાફરી કરાવશે, આવી છે ઓફર
પ્રતિકાત્મક તસવીર

ગુરૂવારે એક નિવેદનમાં એર ઇન્ડિયાએ કહ્યું હતું કે ઘણા લોકો ભાડાના કારણે હવાઈ યાત્રા કરી નથી શકતા

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : જેટ એરવેયઝ બંધ થવાથી મુસાફરોને હવાઈ યાત્રાની મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં એર ઇન્ડિયાએ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે ડિપાર્ચર પહેલાં બુક થયેલી ટિકિટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

અત્યારસુધી જો તમે ફ્લાઇટ ડિપાર્ચરના થોડા સમય પહેલાં ટિકિટ બુક કરાવો તો ઉંચી કિંમત ચુકવવી પડતી હતી જોકે હવે એર ઇન્ડિયાના આ નિર્ણયથી મુસાફરોને રાહત મળશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની કૉર્શિયલ રિવ્યૂ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં એર ઇન્ડિયાની મોબાઇલ એપ, એર ઇન્ડિયાના બુકિંગ કાઉન્ટર, એર ઇન્ડિયાની વેબસાઇટ અને ટ્રાવેલના એજન્ટના માધ્યમથી આ લાભ લી શકાશે.

આ પણ વાંચો :  માત્ર 1375 રૂપિયામાં કરો હવાઈ મુસાફરી! આવી રીતે કરો ટિકિટનું બુકિંગ

ગુરૂવારે જાહેર કરેલા એક નિવેદનમાં એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ઊંચા ભાડાના કારણે અનેક લોકો મુસાફરી નથી કરી શકતા જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફ્લાઇટ ડિપાર્ચર થવાના 3 કલાક પહેલાં બુક કરવામાં આવતી ટિકિટ પર 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ગત મહિને એર ઇન્ડિયાએ આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર ફસાયેલા જેટના મુસાફરો માટે પણ ખાસ ઓફર આપી હતી. થોડા દિવસ પહેલાં નાણાકીય ભીડના કારણે પોતાની તમામ સેવાઓ સ્થગિત કરનાર જેટ એરવેઝના અનેક મુસાફર આંતરાષ્ટ્રીય સ્ટેશનો પર ફસાઈ ગયા હતા.
First published: May 10, 2019, 8:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading