Home /News /national-international /ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારા શંકર મિશ્રાને મોટો ઝટકો, લાખો રૂપિયાની નોકરી ખોવાનો વારો આવ્યો
ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારા શંકર મિશ્રાને મોટો ઝટકો, લાખો રૂપિયાની નોકરી ખોવાનો વારો આવ્યો
air india flight
કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, વેલ્સ ફાર્ગો પોતાના કર્મચારીઓ પાસેથી પ્રોફેશનલ્સ અને વ્યક્તિગત રીતે ઉચ્ચ વ્યવહારની અપેક્ષા રાખે છે. અમને આ આરોપ ખૂબ જ પરેશાન કરનારા લાગી રહ્યા છે. આ શખ્સને વેલ્સ ફાર્ગોમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે. અમે આ મામલે તપાસમાં પુરતો સહયોગ આપીશું.
નવી દિલ્હી: ગત 26 નવેમ્બરે એર ઈંડિયાની ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં નશામાં ધૂત થઈને મહિલા પર પેશાન કરનારા શંકર મિશ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. તેની કંપની વેલ્સ ફાર્ગોએ તેને ટર્નિમેનટ કરી દીધો છે.
કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, વેલ્સ ફાર્ગો પોતાના કર્મચારીઓ પાસેથી પ્રોફેશનલ્સ અને વ્યક્તિગત રીતે ઉચ્ચ વ્યવહારની અપેક્ષા રાખે છે. અમને આ આરોપ ખૂબ જ પરેશાન કરનારા લાગી રહ્યા છે. આ શખ્સને વેલ્સ ફાર્ગોમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે. અમે આ મામલે તપાસમાં પુરતો સહયોગ આપીશું.
ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારા શંકર મિશ્રા ફરાર છે. તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર થઈ ચુકી છે. દિલ્હી પોલીસે તેની તપાસ માટે ટીમને મુંબઈ મોકલી દીધી છે. પણ તે ત્યાં નથી. દિલ્હી પોલીસની કેટલીય ટીમ તેને શોધી રહી છે. ત્યારે આવા સમયે શંકર મિશ્રાના મોબાઈલનું લાસ્ટ લોકેશન બેંગલુરુમાં જોવા મળ્યું હતું.
દિલ્હી પોલીસના સૂત્રો સાથે જોડાયેલ લોકોનું કહેવું છેકે, ત્રણ જાન્યુઆરીએ શંકર મિશ્રાનો મોબાઈલ ફોન બેંગલુરુમાં એક્ટિવ હતો. પણ ત્યાર બાદ તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે.
પોલીસનું કહેવું છે કે, શંકાર મિશ્રા તપાસમાં સહયોગ કરતો નથી. આ દરમિયાન દિલ્હી પોલીસે મિશ્રાના પરિવારનો સંપર્ક કર્યો છે. તેમની સાથે ફોન પર વાત કરી છે. પણ પરિવાર તપાસમાં સહયોગ કરતો નથી. દિલ્હી પોલીસનું કહેવું છે કે, શંકર મિશ્રા ધરપકડની બીકે ભાગી રહ્યો છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર