Home /News /national-international /એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટને લંડનમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી, જાણો સમગ્ર મામલો..

એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટને લંડનમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી, જાણો સમગ્ર મામલો..

મેડિકલ ઈમરજન્સીના કારણે ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટનું લંડનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. (પ્રતિકાત્મક ફોટો)

મેડિકલ ઈમરજન્સીના કારણે ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની નોન સ્ટોપ ફ્લાઈટનું લંડનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્લેન નોર્વેજિયન એરસ્પેસની ઉપર હતું, ત્યાંથી તેને લંડનના હીથ્રો ખાતે લેન્ડ કરવાનું હતું. આ ફ્લાઇટમાં કુલ 350 મુસાફરો હતા.

વધુ જુઓ ...
નવી દિલ્હી: મેડિકલ ઈમરજન્સીના કારણે ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની નોન સ્ટોપ ફ્લાઈટનું લંડનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મેડિકલ ઈમરજન્સીનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે પ્લેન નોર્વેની એરસ્પેસ પર હતું ત્યારે તેને લંડનના હીથ્રો ખાતે લેન્ડ કરવુ પડ્યુુ હતું. આ ફ્લાઇટમાં કુલ 350 મુસાફરો હતા. મેડિકલ ઈમરજન્સીના કારણે સોમવારે સાંજે ન્યૂયોર્કથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને લંડન ડાયવર્ટ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર AI-102 લગભગ 11.25 વાગ્યે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચવાનું હતું, પરંતુ ઈમરજન્સીના કારણે ફ્લાઈટને લંડનના હીથ્રો એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી

આ પણ વાંચો : Adenovirus: ઝડપથી ફેલાઈ રહેલા એડેનોવાયરસથી રાજ્યમાં 2 બાળકોના મોત, જાણો તેના લક્ષણો

જોકે, તાત્કાલિક આવી મેડિકલ ઈમરજન્સી આવતા પ્લેન લેન્ડીંગ કરવાના આ નીર્ણયથી લોકો અચંબીત થઈ ગયા હતા.
First published:

Tags: Emergency landing, Planes Air India One

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો