Home /News /national-international /એર ઈન્ડિયા રિપબ્લિક ડે સેલઃ સસ્તામાં હવાઈ મુસાફરી કરવાની તક, માત્ર રૂ. 1,705માં કરો ટિકિટ બુકિંગ
એર ઈન્ડિયા રિપબ્લિક ડે સેલઃ સસ્તામાં હવાઈ મુસાફરી કરવાની તક, માત્ર રૂ. 1,705માં કરો ટિકિટ બુકિંગ
એર ઈન્ડિયા રિપબ્લિક ડે સેલઃ
એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, એરલાઈનના રજિસ્ટર્ડ ટ્રાવેલ એજન્ટ સહિત તમામ એર ઈન્ડિયા બુકિંગ પ્લેટફોર્મ પર સેલ ઉપલબ્ધ રહેશે.એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સસ્તી ટિકિટો ઈકોનોમી ક્લાસમાં ઉપલબ્ધ હશે અને ભારતમાં 1 ફેબ્રુઆરીથી 30 સપ્ટેમ્બર, 2023 દરમિયાન ઘરેલુ નેટવર્ક પર મુસાફરી માટે લાગુ થશે.
ટાટા ગ્રુપના એર ઈન્ડિયાના રિપબ્લિક ડે સેલમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફરની શરૂઆત શનિવારથી થઈ છે, જે 23 જાન્યુઆરી સુધી રહેશે. આ ઑફર હેઠળ, દિલ્હી, ગોવા અને મુંબઈ તેમજ દેશના અન્ય શહેરોની ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, એરલાઈનના રજિસ્ટર્ડ ટ્રાવેલ એજન્ટ સહિત તમામ એર ઈન્ડિયા બુકિંગ પ્લેટફોર્મ પર સેલ ઉપલબ્ધ રહેશે.
એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સસ્તી ટિકિટો ઈકોનોમી ક્લાસમાં ઉપલબ્ધ હશે અને ભારતમાં 1 ફેબ્રુઆરીથી 30 સપ્ટેમ્બર, 2023 દરમિયાન ઘરેલુ નેટવર્ક પર મુસાફરી માટે લાગુ થશે. આ ડિસ્કાઉન્ટ 49થી વધુ ઘરેલુ સ્થળો પર ઉપલબ્ધ થશે, જેની શરૂઆત 1750 રૂપિયાના વન-વે ભાડાથી થશે.