યુક્રેનમાં ફસાયેલા મુસાફરોને લઈને વિમાન મુંબઈ પહોંચ્યું હતું
Ukraine crisis, Indian students evacuated: શનિવારે યુક્રેનમાંથી 219 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાના વિમાને રોમાનિયાથી ઉડાન ભરી હતી. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોનું આ પહેલું જૂથ છે જેને સંકટગ્રસ્ત દેશમાંથી બહાર કાઢવામાં આવ્યું છે.
ભારત સરકાર યુદ્ધ પ્રભાવિત દેશ યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવા માટે ઝડપથી કામ કરી રહી છે. આ દરમિયાન શનિવારે યુક્રેનમાંથી 219 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાના વિમાને રોમાનિયાથી ઉડાન ભરી હતી. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોનું આ પહેલું જૂથ છે જેને સંકટગ્રસ્ત દેશમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. એર ટ્રાફિક કંટ્રોલના સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયાનું પ્લેન સાંજે 7.50 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યું હતું.
જણાવી દઈએ કે, શનિવારે એર ઈન્ડિયાના વિમાને 219 ભારતીય મુસાફરોને લઈને બપોરે 1.55 કલાકે ભારત માટે ટેકઓફ કર્યું હતું જે રોમાનિયાની રાજધાની બુકારેસ્ટ પહોંચ્યા હતા. કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલે મુંબઈ એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કર્યું હતું.
#WATCH | Union Minister Piyush Goyal welcomes the Indian nationals safely evacuated from Ukraine at Mumbai airport pic.twitter.com/JGKReJE1ct
ભારતીયોની વાપસી અંગે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું હતું કે અમારા બાળકો તેમના વતન પાછા આવી રહ્યા છે. બીએમસીએ તેના પરત ફરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેમણે કહ્યું કે જો યુક્રેનથી આવતા પ્રવાસીઓ ક્યાંય પણ જવા માંગે છે, તો અમે તેમના કોવિડ ટેસ્ટ, રસીકરણ, ભોજનનો તમામ ખર્ચ ઉઠાવીશું. મેયરે કહ્યું કે આજે યુક્રેનથી મુંબઈ આવી રહેલા મુસાફરોને બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા મફત સેવાઓ પૂરી પાડવામાં આવશે. જે ભારતીયોને રોમાનિયાની રાજધાની બુકારેસ્ટ લાવવામાં આવ્યા હતા, તેઓએ દરેકની સારી રીતે કાળજી લેવા બદલ ભારતીય અધિકારીઓની પ્રશંસા કરી હતી.
જણાવી દઈએ કે વિદેશ મંત્રીએ યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા અંગે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સરકાર મુશ્કેલીગ્રસ્ત દેશમાંથી લોકોની વાપસી માટે ઝડપથી કામ કરી રહી છે. અમારી ટીમો આ બાબતે ચોવીસ કલાક કામ કરી રહી છે અને હું વ્યક્તિગત રીતે તેનું નિરીક્ષણ કરી રહ્યો છું.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર