નવી દિલ્હી: ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયે 26 નવેમ્બર 2022ના રોજ એર ઈંડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટમાં પુરુષ યાત્રી દ્વારા વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાના મામલામાં એરલાઈન્સ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ડીજીસીએના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ એર ઈંડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પોતાના કર્તવ્યોનું નિર્વહન કરવામાં નિષ્ફળ રહેતા ફ્લાઈટના પાયલટ ઈન કમાન્ડનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે અને એઆઈની ડાયરેક્ટર ઈન ફ્લાઈટ સર્વિસિઝ પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
હકીકતમાં જોઈએ તો, 26 નવેમ્બર 2022ના રોજ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફર શંકર મિશ્રાએ એક વૃદ્ધ મહિલા પર પેશાબ કરી દીધો હતો. તે દારુના નશામાં હતો. મહિલાએ એરલાઈન્સને આ ઘટના અંગે લેખિતમાં ફરિયાદ કરી હતી. પણ એર ઈન્ડિયા તરફથી આ અંગે પોલીસ કે સંબંધિત એજન્સી કોઈને પણ સૂચના આપી નહોતી. આરોપી વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા બદલ મહિલાએ દિલ્હી પોલીસમાં 4 જાન્યુઆરીના રોજ ફરિયાદ નોંધાવી હતી. દિલ્હી પોલીસની પુછપરછ બાદ એર ઈન્ડિયાએ આ સંબંધમાં જાણકારી આપી હતી. ત્યાર બાદ દિલ્હી પોલીસે આરોપી શંકર મિશ્રા વિરુદ્ધ ફરિયાદ લીધી હતી. તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસની એક ટીમે તેને 7 જાન્યુઆરી 2023ના રોજ બેંગલુરુથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. એર ઈંડિયાએ પોતાના સ્તર પર કાર્યવાહી કરતા આરોપી શંકર મિશ્રા પર પહેલા 30 દિવસની ઉડાન પર પ્રતિબંધ લગાવી હતો. એક દિવસ પહેલા એર ઈંડિયા તરફથી નિવેદન જાહેર કરીને જણાવવામાં આવ્યું હતું કે, આરોપી શંકર મિશ્રા પર 4 મ હિના ઉડાન પર પ્રતિબંધ લગાવ્યો છે. એર ઈન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, પૂર્વ જિલ્લા ન્યાયાધીશની અધ્યક્ષતામાં 3 સભ્યોવાળી સમિતિએ આ મામલામાં તપાસ કરી અને શંકર મિશ્રાને ખરાબ વ્યવહારવાળા મુસાફર તરીકે ચિન્હીત કર્યો હતો.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર