એર ઈન્ડિયાના ધાંધિયા: પેસેન્જરના ભોજનમાંથી નીકળ્યો પથ્થર, લોકો થયાં ગુસ્સે
air india flight
એર ઈંડિયાની ફ્લાઈટમાં એક મહિલાના ભોજનમાં પથ્થર મળવાની ઘટનાથી એરલાઈન ગ્રુપ ફરી એક વાર તપાસના દાયરામાં આવી ગઈ છે. મહિલાએ ઘટનાનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે.
નવી દિલ્હી: એર ઈંડિયાની ફ્લાઈટમાં એક મહિલાના ભોજનમાં પથ્થર મળવાની ઘટનાથી એરલાઈન ગ્રુપ ફરી એક વાર તપાસના દાયરામાં આવી ગઈ છે. મહિલાએ ઘટનાનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. મુસાફર દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં મહિલાને બેકગ્રાઉન્ડમાં રાખેલા ભોજનની સાથે સાથે પથ્થરના ટુકડો પણ દેખાઈ રહ્યો છે. તેનો દાવો છે કે, ભોજનમાં એક નાનો કાંકરો હતો. મહિલાએ તસ્વીર સાથે કેપ્શનમાં લખ્યું છે કે, એર ઈંડિયા...પથ્થરમુક્ત ભોજન સુનિશ્ચિત કરવા માટે આપને સંસાધન અને ધનની આવશ્યકતા નથી. આજની ફ્લાઈટ AI 215માં પિરસાયેલા ભોજનમાં મને આ મળ્યું. ચાલક દળના સભ્યોને સૂચિત કરવામાં આવ્યું છે. આ પ્રકારની લાપરવાહી અસ્વીકાર્ય છે.
You don’t need resources and money to ensure stone-free food Air India (@airindiain). This is what I received in my food served in the flight AI 215 today. Crew member Ms. Jadon was informed.
This kind of negligence is unacceptable. #airIndiapic.twitter.com/L3lGxgrVbz
સર્વપ્રિય સાંગવાનને જવાબ આપતા એર ઈંડિયાના સત્તાવાર ટ્વિટર હૈંડલ પરથી લખવામા આવ્યું છે. પ્રિય મહોદયા, સંબંધિત વિષયને ધ્યાનમાં લેતા, અમે તુરંત અમારી કેટરિંગ ટીમ સાથે વાત કરી છે. મહેરબાની કરીને અમે ફરી વાર સંપર્ક કરવા માટે થોડ સમય આપો. આ બાબતને અમારા ધ્યાનમાં લાવવા બદલ અમે આપને બિરદાવીએ છીએ.
સોશિયલ મીડિયા યુઝર્સ એરલાઈનની વ્યવસ્થાથી ખૂબ નારાજ દેખાયા અને તેમણે કમેન્ટ સેક્શનમાં પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. એક યુઝર્સે લખ્યું કે, પ્રિય ટાટા કંપનીઓ, જેઆરડી ટાટાએ એક વાર એવિએશન ઈંડસ્ટ્રી માટે માપદંડો નક્કી કર્યા હતા. સરકારે અધિગ્રહણ કર્યા તે પહેલા એર ઈંડિયાને વિશ્વ સ્તર પર સન્માનિત બ્રાન્ડ બનાવી. હવે જ્યારે આપ માલિક તરીકે પાછા આવ્યા છો, તો નવા નિચલા સ્તર પર શું છે? શું તમારામાં કોઈ કોર્પોરેટ નીરિક્ષણ નથી થતું?
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર