મુંબઈમાં સતત થઈ રહેલો વરસાદ હવે સમસ્યા બની રહ્યો છે. મંગળવારે ભારે વરસાદના કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસનું એક વિમાન દુર્ઘટનાનો શિકાર થતા બાલ-બાલ બચી ગયુ હતું. આંધ્ર પ્રદેશના વિજયવાડાથી મુંબઈ આવી રહેલું એર ઇન્ડિયાનું એક્સપ્રેસ વિમાન IX 213 બપોરે 2.51 મિનિટે લેન્ડ થયા પછી રનવે પર લપસી ગયું હતું. એર ઇન્ડિયા એક્સપ્રેસના સીઇઓ કેએસ સુંદરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બધા યાત્રા સુરક્ષિત છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના એન્જીનિયર વિમાનની તપાસ કરી રહ્યા છે.
એક ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુખ્ય રનવે 27 બંધ હોવાથી વિમાનને વૈકલ્પિક રનવે 14 પર ઉતારવામાં આવ્યું હતું. વિમાનનું લેન્ડિંગ તો યોગ્ય રીતે થયું હતું પણ ભારે વરસાદના કારણે વિમાન રનવે પર લપસી ગયું હતું. જોકે રનવે ખતમ થવાના 10 ફૂટ પહેલા વિમાનને રોકી લેવામાં આવ્યું હતું. એર ઇન્ડિયા અને ડીજીસીઆઈએ પોતાના સ્તરે તપાસ શરૂ કરી દીધી છે.
Air India Express flight IX 213 from Vijaywada to Mumbai, landed & came to halt deep into the runway at 2:51 pm, overshooting the runway. Now Air India Express Engineering team is inspecting the aircraft at Mumbai airport. All passengers are safe: KS.Sunder CEO Air India Express pic.twitter.com/kDd3gNj1V9