Home /News /national-international /Russia Ukraine: યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઇને બીજું વિમાન પણ દિલ્હી પહોચ્યું, ચહેરા પર દેખાઇ ખુશી

Russia Ukraine: યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઇને બીજું વિમાન પણ દિલ્હી પહોચ્યું, ચહેરા પર દેખાઇ ખુશી

વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી દેખાઇ હતી,

Air India Evacuation Flight: આ પ્લેન લગભગ 3 વાગ્યે દિલ્હી પહોંચ્યું હતું. આ પહેલા, 219 ભારતીયોને લઈને એર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટ શનિવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર ઉતરી હતી

દિલ્હી: રશિયન (Russia) હુમલા પછી, યૂક્રેન છોડીને (evacuation flight from Romanian capital Bucharest) આવેલા 250 ભારતીયો સાથેનું બીજું એર ઈન્ડિયાનું (Air India Flight) વિમાન આજે સવારે બુકારેસ્ટથી દિલ્હી પહોંચ્યું છે. આ પ્લેન લગભગ 3 વાગ્યે દિલ્હી પહોંચ્યું હતું. આ પહેલા, 219 ભારતીયોને લઈને એર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટ શનિવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર ઉતરી હતી. તે વિમાન રોમાનિયાના બુકારેસ્ટથી ભારતીયોને પણ લાવ્યું હતું. હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી એક ફ્લાઇટ આજે આવવાની છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યૂક્રેનના (stranded in Ukraine) રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથેની વાતચીતમાં ભારતીય નાગરિકોના સુરક્ષિત વાપસીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

પ્રથમ ફ્લાઈટ લગભગ 7.50 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી

રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી પ્રથમ ફ્લાઈટ લગભગ 7:50 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કટોકટીગ્રસ્ત યુક્રેનમાંથી પરત ફરેલા લોકોનું સ્વાગત કર્યું.



ત્રીજી ફ્લાઈટ રવિવારે આવે તેવી શક્યતા છે

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ઓપરેશન ગંગા હેઠળ બુકારેસ્ટથી 250 ભારતીયોને લઈને બીજી ફ્લાઈટ રવાના થઈ રહી છે. આ ફ્લાઈટ બપોરે 3 વાગ્યે નવી દિલ્હી એરપોર્ટ પહોંચે તેવી શક્યતા છે. બુડાપેસ્ટથી ત્રીજી ફ્લાઇટ પણ રવિવારે આવવાની ધારણા છે.



આ પણ વાંચો-  રશિયા યૂક્રેનની તમામ અપડેટ એક જ ક્લિકમાં વાંચો.

ભારતે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી પોતાના લોકોને પરત લાવવાનું અભિયાન તેજ કર્યું છે. એવા અહેવાલ છે કે, યુક્રેનમાં ભારતીય અધિકારીઓ તેમના લોકોને પડોશી દેશોમાં ખસેડવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. લગભગ 16,000 ભારતીયો હાલમાં યુક્રેનમાં ફસાયેલા છે.



નોંધનીય છે કે, યૂક્રેન ચર્ચા માટે તૈયાર નથી તેવો દાવો કરતાં પુતિને પડોશી દેશ પર ચારે બાજુથી હુમલા કરવાના આદેશ આપ્યા છે. રશિયાએ યુક્રેનના દક્ષિણપૂર્વી શહેર મેલિટોપોલ પર કબજો કર્યાનો દાવો કર્યો છે અને બંને દેશ વચ્ચેનું યુદ્ધ હવે યૂક્રેનની રાજધાની કીવ સુધી પહોંચી ગયું છે. કીવમાં રશિયન અને યુક્રેનનું સૈન્ય આમને સામને આવી ગયું છે. યુક્રેને દાવો કર્યો છે કે, તેણે રશિયાના 3500 સૈનિકોને મારી નાંખ્યા છે. આ સાથે 200ને કેદમાં રાખ્યા છે. આ આક્રમણમાં યુક્રેનમાં બાળકો સહિત 198 નાગરિકોનાં મોત થયા છે જ્યારે હજારથી વધુ ઘાયલ થયા છે.
First published:

Tags: Russia ukrain crisis, Russia Ukraine, Russia ukraine news, Russia ukraine war, દેશવિદેશ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો