Home /News /national-international /

એર ઈન્ડિયાનું વિમાન દીવાલ સાથે ટકરાયું, મુસાફરોનો આબાદ બચાવ

એર ઈન્ડિયાનું વિમાન દીવાલ સાથે ટકરાયું, મુસાફરોનો આબાદ બચાવ

મોટી દુર્ઘટના ટળી, તમિલનાડુથી દુબઈ તરફ જઇ રહેલા એર ઈન્ડિયાના વિમાનનું મુંબઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ.

મોટી દુર્ઘટના ટળી, તમિલનાડુથી દુબઈ તરફ જઇ રહેલા એર ઈન્ડિયાના વિમાનનું મુંબઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ.

    તમિલાનાડુના વિમાની મથક પર આજે (શુક્રવારે) મોટી હોનારત ટળી ગઈ હતી. ઉડાન દરમિયાન સેફ્ટી વોલ સાથે એર ઇન્ડિયાનું વિમાન ટકરાયું હતું. જેના બાદમાં (એર ટ્રાફિક કંટ્રોલર) ATC સાથે વિમાનનો સંપર્ક તૂટ્યો હતો. સમગ્ર મામલામાં તપાસના આદેશ જારી કરી દેવામાં આવ્યા છે.

    રાત્રે દોઢ કલાકે તમિલનાડુથી દુબઈ માટે એર ઈન્ડિયાએ ભરી હતી ઉડાન

    જાણવા મળી રહ્યું છે કે રાત્રે લગભગ દોઢ વાગ્યે ત્રિચી(તિરુચેરાપલ્લી) તમિલનાડુથી દુબઇ માટે એર ઇન્ડિયાના વિમાને ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન વિમાન એરપોર્ટની સેફ્ટી દિવાલ સાથે ટકરાઇ ગયુ હતુ. ત્યાથી વિમાન રડારથી ગાયબ થઇ ગયું અને ATC સાથે વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ એર ઇન્ડયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ મુંબઇ એરપોર્ટ પર સવારે પાંચ વાગ્યે કરવામાં આવ્યું હતુ.



    તમામ યાત્રીઓ સુરક્ષિત

    આ ઘટનામાં ખાસ વાત એ છે કે તમામ યાત્રીઓ સુરક્ષિત છે. પાયલોટે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવતા તમામ પેસેન્જર્સ સહિત ક્રૂ મેમ્બર્સનો જીવ બચી ગયો હતો અને તમામ યાત્રીઓને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. હાલ તો આ એર ઇન્ડિયાની ફ્લાઇટને રદ કરી દેવામાં આવી છે. હવે આ યાત્રિઓ માટે અન્ય વ્યવસ્થા કરવામાં આવશે.

    હાલ તો મામલાની જાણકારી રાખનાર નાગરિક ઉડ્ડયન નિર્દેશાલય (ડીજીસીએ)ને આ સંદર્ભમાં માહિતી આપી દેવામાં આવી છે. વધુ તપાસ ચાલી રહી છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Airport passengers save, Dubai, Tamilnadu, એર ઇન્ડિયા, મુંબઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन