Home /News /national-international /હવામાં સામસામે આવી ગયા એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના વિમાનો, 3 કર્મચારીઓ સસ્પેન્ડ

હવામાં સામસામે આવી ગયા એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના વિમાનો, 3 કર્મચારીઓ સસ્પેન્ડ

CAAN એ ઘટના સમયે કંટ્રોલ રૂમમાં તૈનાત ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. (પ્રતિકાત્મક તસવીર)

સિવિલ એવિએશન ઓથોરિટીએ આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. CAAN એ ઘટના સમયે કંટ્રોલ રૂમમાં તૈનાત ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. હાલમાં આ ઘટના પર એર ઈન્ડિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

કાઠમાંડુ: એર ઈન્ડિયા (Air India) અને નેપાળ એરલાઈન્સ (Nepal Airlines)ના વિમાનો શુક્રવારે નેપાળમાં હવાઈમાં અથડાવાના હતા ત્યારે ચેતવણી પ્રણાલીએ પાઈલટોને ચેતવણી આપી અને તેમના તાત્કાલિક પગલાંથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN) એ બેદરકારીના આરોપસર એર ટ્રાફિક કંટ્રોલ વિભાગના ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. CAANના પ્રવક્તા જગન્નાથ નિરુલાએ આ જાણકારી આપી છે.

શુક્રવારે સવારે મલેશિયાના કુઆલાલંપુરથી કાઠમંડુ આવી રહેલું નેપાળ એરલાઇન્સ એરબસ A-320 એરક્રાફ્ટ અને નવી દિલ્હીથી કાઠમંડુ આવી રહેલું એર ઇન્ડિયાનું એરક્રાફ્ટ ટકરાવાના હતા. નિરુલાએ કહ્યું કે એર ઈન્ડિયાનું વિમાન 19,000 ફૂટની ઊંચાઈએથી નીચે આવી રહ્યું હતું જ્યારે નેપાળ એરલાઈન્સનું વિમાન તે જ સમયે 15,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં રમઝાનમાં એક દિવસ નીકાળવો મુશ્કેલ બન્યો, લોટ માટે પબ્લિકમાં લૂંટફાટ

પ્રવક્તાએ કહ્યું કે જ્યારે રડાર પર બતાવવામાં આવ્યું કે બે એરક્રાફ્ટ આસપાસમાં છે ત્યારે નેપાળ એરલાઈન્સનું વિમાન નીચે ઉતરીને સાત હજાર ફૂટની ઊંચાઈએ આવી ગયું હતું.



સિવિલ એવિએશન ઓથોરિટીએ આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. CAAN એ ઘટના સમયે કંટ્રોલ રૂમમાં તૈનાત ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. હાલમાં આ ઘટના પર એર ઈન્ડિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
First published:

Tags: Airlines, Airplane, Nepal

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો