Home /News /national-international /એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના વિમાનો હવામાં સામસામે આવી ગયા, 3 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના વિમાનો હવામાં સામસામે આવી ગયા, 3 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
જ્યારે રડારે બતાવ્યું કે, બે વિમાનો આસપાસ છે ત્યારે નેપાળ એરલાઈન્સનું વિમાન સાત હજાર ફૂટની ઊંચાઈએ નીચે આવ્યું
Airlines Collided: શુક્રવારે સવારે કુઆલાલંપુર, મલેશિયાથી કાઠમંડુ આવી રહેલું નેપાળ એરલાઇન્સ એરબસ A-320 એરક્રાફ્ટ અને નવી દિલ્હીથી કાઠમંડુ આવી રહેલું એર ઇન્ડિયાનું એરક્રાફ્ટ ટકરાવાના હતા.
કાઠમંડુ : એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના વિમાનો શુક્રવારે નેપાળમાં મધ્ય-હવાઈમાં અથડાવાના હતા, ત્યારે વોર્નીંગ સીસ્ટમે પાઈલટોને ચેતવણી આપી અને તેમના તાત્કાલિક પગલાંથી મોટી દુર્ઘટના ટળી ગઈ. જેની જાણકારી અધિકારીઓએ રવિવારે આપી હતી. સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN) એ બેદરકારીના આરોપસર એર ટ્રાફિક કંટ્રોલ વિભાગના ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. CAANના પ્રવક્તા જગન્નાથ નિરુલાએ આ જાણકારી આપી.
શુક્રવારે સવારે કુઆલાલંપુર, મલેશિયાથી કાઠમંડુ આવી રહેલું નેપાળ એરલાઇન્સ એરબસ A-320 એરક્રાફ્ટ અને નવી દિલ્હીથી કાઠમંડુ આવી રહેલું એર ઇન્ડિયાનું એરક્રાફ્ટ ટકરાવાના હતા. નિરુલાએ કહ્યું કે, એર ઈન્ડિયાનું વિમાન 19,000 ફૂટની ઊંચાઈએથી નીચે આવી રહ્યું હતું, જ્યારે નેપાળ એરલાઈન્સનું વિમાન તે જ સમયે 15,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું.
પ્રવક્તાએ કહ્યું કે, જ્યારે રડાર પર બતાવવામાં આવ્યું કે, બે એરક્રાફ્ટ આસપાસમાં છે, ત્યારે નેપાળ એરલાઈન્સનું વિમાન સાત હજાર ફૂટની ઊંચાઈએ નીચે આવ્યું.
Air Traffic Controllers (ATCs) of Tribhuvan International Airport involved in traffic conflict incident (between Air India and Nepal Airlines on 24th March 2023) have been removed from active control position until further notice. pic.twitter.com/enxd0WrteZ
— Civil Aviation Authority of Nepal (@hello_CAANepal) March 26, 2023
સિવિલ એવિએશન ઓથોરિટીએ આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. CAAN એ ઘટના સમયે કંટ્રોલ રૂમમાં તૈનાત ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. હાલમાં આ ઘટના પર એર ઈન્ડિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર