Home /News /national-international /

બાળકને શાંત કરવા 24 વર્ષની એરહોસ્ટેસે પીવડાવ્યું દૂધ, તસવીર વાયરલ

બાળકને શાંત કરવા 24 વર્ષની એરહોસ્ટેસે પીવડાવ્યું દૂધ, તસવીર વાયરલ

એરહોસ્ટેસે જણાવ્યું કે બાળક ભૂખ્યું થયું હતું. પરંતુ બાળકની માતા દૂધ પીવડાવવામાં અસમર્થ હતી. 9 મહિનાનું બાળક ભૂખ્યું રડી રહ્યું હતું જે મારાથી જોવાયું નહીં.

એરહોસ્ટેસે જણાવ્યું કે બાળક ભૂખ્યું થયું હતું. પરંતુ બાળકની માતા દૂધ પીવડાવવામાં અસમર્થ હતી. 9 મહિનાનું બાળક ભૂખ્યું રડી રહ્યું હતું જે મારાથી જોવાયું નહીં.

    સામાન્ય રીતે એરહોસ્ટેસનું કામ ફ્લાઇટમાં મુસાફરોની આગતા-સ્વાગતા કરવાનું હોય છે, પરંતુ ફિલિપાઇન્સની એક એરહોસ્ટેસની તસવીરના દુનિયાભરમાં વખાણ થઇ રહ્યાં છે. આ તસવીરમાં એરહોસ્ટેસ એક બાળકને દૂધ પીવડાવી રહી છે. તસવીરમાં દેખાતી એરહોસ્ટેસે પોતાના ફેસબૂક પેજ પર ફોટો પોસ્ટ કર્યો હતો જેને અત્યારસુધીમં લાખો લોકોએ જોયો છે. એટલું જ નહીં લોકો એરહોસ્ટેસની સરાહના પણ કરી રહ્યાં છે.

     આ પણ વાંચો રજૂઆત છતા કામ નથી થતું ? આત્મહત્યાનો પ્રયાસ કરો, તો જ કામ થશે!

    ઇંગ્લિશ વેબસાઇટ મિરર ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે આ એરહોસ્ટેસનું નામ 24 વર્ષિય પેટ્રિશા ઓર્ગાનો છે, જે ફિલિપાઇન્સની વહેલી સવારની ડોમેસ્ટિક ફ્લાઇટમાં ડ્યૂટી પર હતી. આ દરમિયાન એક બાળકના રડવાનો અવાજ આવવા લાગ્યો. લાંબા સમયથી બાળક ચૂપ ન થતાં પેટ્રિશાએ બાળકની માતાને જાણ કરી. જો કે બાળકની માતાએ કહ્યું કે હું બોટલમાં દૂધ લાવી હતી એ પૂરું થઇ ગયું છે, અને અત્યારે હું તેને ધવડાવી શકું તેમ નથી.

    પેટ્રિશાએ સમગ્ર ઘટના અંગે પોતાના ફેસબૂક પેજ પર લખ્યું હતું. જેમાં તેણીએ જણાવ્યું કે બાળક ભૂખ્યું થયું હતું. પરંતુ બાળકની માતા દૂધ પીવડાવવામાં અસમર્થ હતી. 9 મહિનાનું બાળક ભૂખ્યું રડી રહ્યું હતું જે મારાથી જોવાયું નહીં. આકાશમાં ફ્લાઇટમાં બાળકના દૂધની કોઇ વ્યવસ્થા ન હતી. આથી મારી પાસે એક જ રસ્તો બચ્યો હતો. એ હતો હું મારું દૂધ બાળકને પીવડાવું. મેં બાળકની માતાને મારું દૂધ પીવડાવવાની ઓફર કરી.

    વિષમ પરિસ્થિતિમાં બાળકની માતાએ મારી ઓફર સ્વીકારી લીધી, ત્યારબાદ મેં ભૂખ્યા થયેલા બાળકને મારું દૂધ પીવડાવ્યું. દૂધ પીતા પીતા બાળક સૂઇ ગયું. ત્યારબાદ બાળકની માતાના ચહેરા પર ખુશી અને શાંતિ જોવા મળી હતી. બાળકની માતાએ મારો આભાર પણ માન્યો હતો.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Philippines

    આગામી સમાચાર