પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને આતંકી ઠેકાણાઓ પર બોમ્બ વરસાવ્યા હતા. હુમલા પછી ડરી ગયેલા પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ સમયે ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાનના એફ-16 વિમાનોને ખદેડી દીધા હતા. આ હુમલાના હિરો રહેલા વિંગ કમાન્ડર અભિનંદનના શૌર્યની કહાણી હવે વીડિયો ગેમના સ્વરૂપમાં નજરે આવશે.
ભારતીય વાયુ સેના બહુ ઝડપથી વિંગ કમાન્ડર અભિનંદન સાથે જોડાયેલી એક વીડિયો ગેમ લોંચ કરશે. આ ગેમમાં અભિનંદનને હિરો બતાવવામાં આવ્યો છે, જે આતંકીઓ સાથે બદલો લે છે. આ ગેમ મોબાઇલ પ્લેટફોર્મ આઈઓએસ અને એન્ડ્રોઇડમાં ઉપલબ્ધ બનશે. આ ગેમની ખાસ વાત એ છે કે તેની શરૂઆત લડાકૂ વિમાન મિગ-21થી થાય છે, જેનાથી અભિનંદને પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું. ગેમમાં અભિનંદન મિગ-21ની બાજુમાં ઉભેલો નજરે પડે છે.
કહેવામાં આવી રહ્યું છે કે હાલ આ ગેમને ફક્ત એક જ યૂઝર રમી શકે છે, બાદમાં આ ગેમમાં મલ્ટી પ્લેયર મોડ પણ ઉમેરવામાં આવશે. આ ગેમને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે, જેનાથી યૂઝરોને ભવિષ્યના વિમાનો અંગે પણ માહિતી મળી રહેશે. આ ગેમમાં રાફેલ પણ નજરે પડશે.
Launch of #IAF#MobileGame : Android / iOS version of IAF developed Mobile Game (Single Player) will be launched on 31 Jul 19. Download on your Android / iOS mobile phone & cherish the thrilling flying experience. The multiplayer version will soon follow. The Teaser of the game… pic.twitter.com/yhfOrOZxWV
હાલ મોબાઇલ ગેમનો વીડિયો એરફોર્સ તરફથી જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાફેલ ઉપરાંત વાયુસેનાનું સુખોઈ 30 એમકેઆઈ, મિગ-29 તેમજ બાલાકોટમાં બોમ્બ વરસાવનાર મીરાઝ-2000 વિમાનને પણ બતાવવામાં આવ્યા છે. એરફોર્સ હેડક્વાર્ટર દિલ્હીના વિંગ કમાન્ડર અનુપમ બેનર્જીના જણાવ્યા પ્રમાણે આ વીડિયો ગેમને 31મી જુલાઈના રોજ લોંચ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર