Home /News /national-international /barmer plane crash : બાડમેરમાં એરફોર્સ મિગ પ્લેન ક્રેશ, બે પાયલોટના મોત - VIDEO

barmer plane crash : બાડમેરમાં એરફોર્સ મિગ પ્લેન ક્રેશ, બે પાયલોટના મોત - VIDEO

બાડમેરમાં એરફોર્સનું મિગ પ્લેન ક્રેશ

બાડમેર (barmer) ના ભીમડા ગામ પાસે ગુરુવારે રાત્રે એરફોર્સ (Air Force) નું મિગ પ્લેન ક્રેશ (Plane crash) થયું હતું, ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ અડધા કિલોમીટર સુધી ફેલાઈ ગયો હતો. પોલીસ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. લોકોએ ગામમાં જોરદાર ધડાકા સાથે આગ લાગી

વધુ જુઓ ...
barmer plane crash : બાડમેર (barmer) ના ભીમડા ગામ પાસે ગુરુવારે રાત્રે એરફોર્સ (Air Force) નું મિગ પ્લેન ક્રેશ (Plane crash) થયું હતું. પાઈલટના મોતના સમાચાર છે પરંતુ હજુ સુધી કોઈ ઔપચારિક પુષ્ટિ થઈ નથી. ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ અડધા કિલોમીટર સુધી ફેલાઈ ગયો હતો. પોલીસ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. લોકોએ ગામમાં જોરદાર ધડાકા સાથે આગ જોઈ હતી. મિગ ક્રેશના સમાચારથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.



પ્રાપ્ત માહિતી અનુસાર, એરફોર્સનું મિગ પ્લેન રાજસ્થાનના બાડમેર વિસ્તાર તરફથી પસાર થઈ રહ્યું હતુ તે સમયે અચાનક કોઈ મુશ્કેલી સર્જાતા ક્રેશ થઈ ગયું, સૂત્રો અનુસાર, પ્લેનમાં બે પાઈલોટ સવાર હતા, જેઓના સ્થળ પર મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, હજુ સુધી તંત્ર તરફથી મોતને લઈ પુષ્ટી કરવામાં આવી નથી.



એરપોર્ટના અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્લેન ક્યાંથી ટેકઓફ થયું હતું તેની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે પ્લેન જમીન સાથે અથડાતાં જ તેમાં આગ લાગી ગઈ હતી. જ્યાં પ્લેન પડ્યું ત્યાં જમીનમાં 15 ફૂટ ખાડો હતો.

આ પણ વાંચોહચમચાવી દેતો VIDEO : પહેલા ડમ્પરથી મારી ટક્કર, પછી લોખંડનો સળીયો ફટકાર્યો, પછી કચડી માર્યો

બાડમેરના સાંસદ કૈલાશ ચૌધરીએ ટ્વીટ કરીને કહ્યું કે, બાડમેરના સંસદીય ક્ષેત્ર ભીમડામાં વિમાન દુર્ઘટનામાં બે પાયલોટ જીવતા બળી જવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. દેશે આજે તેના બે પુત્રો ગુમાવ્યા છે. આ સંદર્ભમાં, જિલ્લા વહીવટીતંત્રને સ્થળ પર આગ પર કાબૂ મેળવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
First published:

Tags: Indian Air Forces, Military Plane Crash, PLANE CRASH, Rajasthan latest news, Rajasthan news