વાયુસેના પ્રમુખની ચીનને ચેતવણી- અમારા સૈનિકોની શહીદી બેકાર નહીં જવા દઈએ

એર ચીફ માર્શલ

પૂર્વ લદાખની ગલવાન ઘાટી (Galwan Valley)માં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થઈ ગયા હતા.

 • Share this:
  નવી દિલ્હી : પૂર્વ લદાખની ગલવાન ઘાટી (Galwan Valley)માં ભારત (India) અને ચીન (China)ના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણમાં ભારતના 20 જવાન શહીદ થયા છે. શહીદ જવાનોને યાદ કરતા ભારતીય વાયુસેનાને પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ ચીનને ચેતવણી આપી છે. એર ચીફ માર્શલે (Air Chief Marshal) ચીનને ચેતવણી આપી છે કે અમે ભારતીયો સૈનિકોની શહીદી બેકાર નહીં જવા દઈએ.

  એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા (RKS Bhadauria)એ કહ્યું કે, "LAC પર સ્થિતિને સંભાળવા માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમે તમામ મુદ્દાઓને શાંતિથી ઉકેલવા માંગીએ છીએ પરંતુ અમે ચીનને એવું કહી દેવા માંગીએ છીએ કે કોઈ પણ આક્રમતાનો જવાબ આપવા માટે અમારી સૈના સંપૂર્ણ રીતે તૈયાર છે." તેમણે કહ્યુ કે હું રાષ્ટ્રને વિશ્વાસ અપાવવા માંગુ છું કે અમે ગલવાન ઘાટીમાં બહાદુર સૈનિકોનું બલિદાન વ્યર્થ નહીં જવા દઈએ.

  નોંધનીય છે કે ચીન સાથે ચાલી રહેલા તણાવમાં ભારતીય સૈન્ય સંપૂર્ણ રીતે તૈયાર છે. વાયુસેનાએ લેહ-લદાખમાં પોતાની ગતિવિધિ વધારી દીધી છે. વાયુસેનાની તૈયારીના મુલ્યાંકન માટે એરચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ પણ બે દિવસ પહેલા શ્રીનગરનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન વાયુસેના પ્રમુખે તૈયારીએ અંગે તમામ માહિતી મેળવી હતી. નોંધનીય છે કે ચીન સાથે તણાવપૂર્ણ માહોલ વચ્ચે વાયુસેના સંપૂર્ણ રીતે તૈયાર છે.

  આ પણ વાંચો : અમેરિકાએ લદાખ હુમલા માટે ચીનને જવાબદાર ગણાવ્યું, કહ્યું- કોરાના પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ
  Published by:Vinod Zankhaliya
  First published: