ચીન સાથેના તણાવની વચ્ચે વાયુસેના પ્રમુખનું મોટું નિવેદન- ભારત બંને ફ્રન્ટ પર યુદ્ધ માટે તૈયાર

ચીન સાથેના તણાવની વચ્ચે વાયુસેના પ્રમુખનું મોટું નિવેદન- ભારત બંને ફ્રન્ટ પર યુદ્ધ માટે તૈયાર
વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ કહ્યું કે, અમારી સેના દરેક મોરચે દુશ્મનો પર ભારે સીબિત થશે

વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ કહ્યું કે, અમારી સેના દરેક મોરચે દુશ્મનો પર ભારે સીબિત થશે

 • Share this:
  નવી દિલ્હીઃ પૂર્વ લદાખમાં છેલ્લા ઘણા સમયથી ભારત (India) અને ચીન (China)ની સેનાઓ વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા (Air Force chief RKS Bhadauria)નું મોટું નિવેદન સામે આવ્યું છે. વાયુસેના (Indian Air Force) પ્રમુખે કહ્યું છે કે ભારત, ઉત્તર ભારતમાં બંને ફ્રન્ટ પર યુદ્ધ માટે તૈયાર છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ચીન અને પાકિસ્તાન બંનેનો મુકાબલો કરવા માટે તૈયાર છે. વાયુસેના પ્રમુખે કહ્યું કે, અમારી સેના દરેક મોરચે દુશ્મનો પર ભારે સીબિત થશે.

  પૂર્વ લદાખમાં ભારત અને ચીનની સેનાઓ સામ-સામે આવ્યા બાદથી જ બંને દેશોની વચ્ચે તણાવ ચરમ પર છે. બીજી તરફ ચીન સાથેના તણાવનો ફાયદો પાકિસ્તાન ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાને લાગે છે કે તે આ તકનો લાભ લઈને ભારતમાં આતંકી કાવતરાને અંજામ આપી શકે છે. બંને દેશોની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે વાયુસેનાના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય સેના દરેક દુશ્મનનો સામનો કરવા માટે તૈયાર છે.  આ પણ વાંચો, દરવાજાના હેન્ડલ કે લિફ્ટના બટન સ્પર્શ કરવાથી નથી ફેલાતો કોરોના વાયરસ- રિસર્ચમાં દાવો

  વાયુસેના પ્રમુખે કહ્યું કે, રાફેલ ભારતીય વાયુસેનામાં સામેલ થયા બાદથી વાયુસેનાની તાકાત અનેકગણી વધી ગઈ છે. રાફેલ આવ્યા બાદ દુશ્મનોમાં પણ તેનો ડર છે. તે આપણે ભવિષ્યમાં વધુ મજબૂત કરશે. તેનાથી આપણે ઝડપી અને મજબૂત કાર્યવાહી કરી શકીશું. તેઓએ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં ભારતીય વાયુસેના વધુ તાકાતવાન થઈ જશે. આગામી પાંચ વર્ષમાં તેજસ, કોમ્બેટ હેલિકોપ્ટર, ટ્રેનર એરક્રાફ્ટ સહિત અનેક અન્ય તાકાતવાન હથિયાર વાયુસેનાની તાકાત બનશે.

  આ પણ વાંચો, IPL 2020: ચેન્નઇ સુપરકિંગ્સે નોંધાવી સૌથી મોટી જીત, તોડી નાખ્યા આ રેકોર્ડ

  વાયુસેના પ્રમુખે કહ્યું છે કે, આપણે સરહદ સાથે જોડાયેલા તમામ હિસ્સાઓ પર આપણી ઉપસ્થિતિ વધારી દીધી છે. લદાખ તેનો માત્ર એક હિસ્સો છે. એવામાં દેશને વિશ્વાસ રાખવો જોઈએ કે તેમની સેના પૂરી રીતે તૈયાર છે.
  Published by:Mrunal Bhojak
  First published:October 05, 2020, 13:40 pm