વાયુસેના પ્રમુખ રાકેશ ભદૌરિયાએ કહ્યુ- બાલાકોટ એરસ્ટ્રાઇક ન થતી તો આતંકવાદ વધી જતો

News18 Gujarati
Updated: October 5, 2019, 9:08 AM IST
વાયુસેના પ્રમુખ રાકેશ ભદૌરિયાએ કહ્યુ- બાલાકોટ એરસ્ટ્રાઇક ન થતી તો આતંકવાદ વધી જતો
વાયુસેના પ્રમુખ રાકેશ કુમાર ભદૌરિયા (ફાઇલ તસવીર)

ભારતને કોઈ ઉશ્કેરશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે : વાયુસેના પ્રમુખ ભદૌરિયા

  • Share this:
નવી દિલ્હી : ભારતીય વાયુસેના (Indian Air Force)એ પાકિસ્તાન (Pakistan)ના બાલાકોટ (Balakot)માં ઘૂસીને જે રીતે જૈશના આતંકવાદી ઠેકાણાઓ (Terrorist Camps)ને ધ્વસ્ત કર્યા હતા, તેનાથી આતંકવાદી સંગઠનોની વચ્ચે ડર ઊભો થયો છે. વાયુસેના પ્રમુખ રાકેશ કુમાર ભદૌરિયા (Ramesh Kumar Bhadauria)એ દાવો કર્યો છે કે જો બાલાકોટ એરસ્ટ્રાઇક (Airstrike) ન કરવામાં આવતી તો આતંકવાદી ગતિવિધિઓનું સ્તર કંઈક બીજું જ હોત. ભદૌરિયાએ પણ સ્વીકાર્યુ કે બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પણ ત્યાં આતંકવાદી ગતિવિધિઓ ફરીથી ચલાવવામાં આવી રહી છે. તેઓએ કહ્યુ કે, ભારત ક્યારેય હુમલો કરવાનું નથી વિચારતું, પરંતુ જો તેને કોઈ ઉશ્કેરશે તો સરકાર જેવું નક્કી કરશે તેવું કરવા માટે અમારી સેના કોઈપણ સમયે તૈયાર છે.

વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલે કહ્યુ કે, ભારતીય વાયુસેનાને કોઈ પણ યુદ્ધને લડવા માટે માત્ર સરકારના આદેશની રાહ છે, અમારી સેના પાકિસ્તાન તરફથી કોઈ પણ આતંકવાદી હુમલાનો જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર છે. ભદૌરિયાએ કહ્યુ કે, ભારતીય વાયુસેના તિબેટ ક્ષેત્રની પાસે ચીન દ્વારા સૈન્યની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. તેઓએ કહ્યુ કે, તે વધુ ચિંતાજનક વાત નથી.

ભદૌરિયાએ કહ્યુ કે, વાયુસેનાએ ગત એક વર્ષમાં પાકિસ્તાનના બાલાકોટમાં એક આતંકવાદી પ્રશિક્ષણ શિબિર પર હુમલા સહિત અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. તેઓએ કહ્યુ કે, અમને આપણા અતીત પર ગર્વ છે, પરંતુ અમે અતીતની પોતાની ઉપલબ્ધિઓના બળે જ આરામથી ન બેસી શકીએ. અમારો પ્રયાસ છે કે ભવિષ્ય માટે પ્રભાવશાળી હવાઈ શક્તિઓનું નિર્માણ અને તેની સારસંભાળ ચાલુ રાખીએ.

સરકાર જેવા નિર્દેશ આપશે અમે તરત હુમલા માટે તૈયાર છીએ

ભદૌરિયાએ ફરી કહ્યુ કે, ભારતે 27 ફેબ્રુઆરીએ એક પાકિસ્તાની ફાઇટર પ્લેન એફ-16ને તોડી પાડ્યું હતું જ્યારે એક મિગ-21ને ગુમાવ્યું હતું. પાકિસ્તાન આ વાતથી ઇન્કાર કરી રહ્યું છે કે ભારતે તેના એફ-16 પ્લેનને તોડી પાડ્યું છે. એર ચીફ માર્શલે કહ્યુ કે, પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની આતંકવાદી ગતિવિધિનો સરકારના નિર્દેશ અનુસાર જવાબ આપવામાં આવશે.

પાકિસ્તાન હૅક નહીં કરી શકે ભારતીય વાયુસેનાનું કોમ્યુનિકેશન નેટવર્કએવું પૂછાતા કે શું પાકિસ્તાન ભવિષ્યમાં ભારતીય વાયુસેનાના સંચાર નેટવર્કને હૅક કરવામાં સક્ષમ હશે, તો તેઓએ કહ્યુ કે, સુરક્ષિત રેડિયો સંચાર સુનિશ્ચિત કરવા માટે જરૂરી માળખાકિય સુવિધા ઊભી કરવામાં આવી છે. પાકિસ્તાની એફ-16ને તોડી પાડનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાની એફ-16નો પીછો કરવા દરમિયાન રેડિયો સંદેશ નહોતા સાંભળી શક્યા કારણ કે પાકિસ્તાને સંચાર નેટવર્કને હૅક કરી દીધું હતું. વાયુસેના પ્રમુખે કહ્યુ કે, (પાકિસ્તાન) હવે રેડિયો સંદેશ નહીં સાંભળી શકે અને અમારા સંચાર નેટવર્કને હૅક પણ નહીં કરી શકે.

આ પણ વાંચો,

બાલાકોટ એરસ્ટ્રાઇક કેવી રીતે કરી? વાયુસેનાએ જાહેર કર્યો પ્રમોશનલ વીડિયો
વાયુસેનાએ ભૂલ સ્વીકારી, ભારતીય મિસાઇલથી જ ક્રેશ થયું હતું Mi-17 હૅલિકોપ્ટર
First published: October 5, 2019, 9:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading