20 કલાકથી ગુમ વાયુસેનાના પ્લેનની કોઈ ભાળ નહીં, સર્ચ ઓપરેશન ચાલુ

News18 Gujarati
Updated: June 4, 2019, 11:10 AM IST
20 કલાકથી ગુમ વાયુસેનાના પ્લેનની કોઈ ભાળ નહીં, સર્ચ ઓપરેશન ચાલુ
ભારતીય વાયુસેનાનું AN-32 પ્લેન (ફાઇલ ફોટો)

IAF AN-32 પ્લેનની ભાળ મેળવવા માટે સુખોઈ-30 ફાઇટર પ્લેન ઉપરાંત સી-130 સ્પેશલ ઓપ્સ પ્લેનોની મદદ લેવાઈ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ભારતીય વાયસેનાના ગુમ થયેલા પ્લેન IAF AN-32ની 20 કલાકથી વધુ સમય પસાર થયો હોવા છતાંય કોઈ સ્પષ્ટ જાણકારી નથી મળી શકી. અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવા દાવો કરવામાં આવી રહ્યો હતો કે આસામના જોરહાટ એરબેઝથી અરુણાચલ પ્રદેશના મેન્ચુકા માટે ઉડાણ ભરનારા ભારતીય વાયુસેનાના IAF AN-32નો કાટમાળ જોવા મળ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક હેલિકોપ્ટર સર્ચ ટીમે AN-32નો કાટમાળ જોયો છે. પરંતુ તેની પર હજુ વાયુસેના તરફથી કોઈ જાણકારી નથી આપવામાં આવી.

સર્ચ ઓપરેશમાં સુખોઈની લેવાઈ રહી છે મદદ

પ્‍લેનમાં સવાર 13 લોકોની હજુ સુધી કોઈ જાણકાીર નથી મળી. બીજી તરફ, 20 કલાકથી વધુ સમય પસાર થયો હોવા છતાંય કોઈ જાણકારી હાથ નથી લાગી, તો ભારતીય વાયુસેનાએ સર્ચ માટે પોતાની અત્યાધુનિક ટેકનિકથી સજ્જ પ્લેન સુખોઈને સર્ચ માટે ઉતારી દીધું હતું.

ભારતીય વાયુસેનાએ IAF AN-32 પ્લેનની ભાળ મેળવવા માટે એક સુખોઈ-30 ફાઇટર પ્લેન ઉપરાંત સી-130 સ્પેશલ ઓપ્સ પ્લેનોને પણ મોકલવામાં આવ્યા હતા.

ક્યાંથી ગુમ થયું પ્લેન?

આ પ્લેનમાં લગભગ 13 લોકો સવાર હોવાની જાણકારી મળી હતી. પ્લેનનો ગ્રાઉન્ડ સ્ટાફ સાથે છેલ્લો સંપર્ક 3 જૂને બપોરે 1 વાગ્યે થયો હતો. પ્લેને જોરહાટથી બપોરે 12.25 વાગ્યે ઉડાણ ભરી હતી.

શું છે AN-32 પ્લેનની ખાસિયત?

AN-32 રશિયા નિર્મિત પ્લેન છે અને વાયુસેના મોટી સંખ્યામાં આ પ્લેનોનો ઉપયોગ કરે છે. તે બે એન્જિનવાળું ટર્બોપ્રોપ પરિવહન પ્લેન છે. મેન્ચુકા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ ચીનની સીમાથી વધુ દૂર નથી. મેન્ચુકા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ, જ્યાં પ્લેનને ઉતરવાનું હતું, તેને ગયા વર્ષે 12 જુલાઈના રોજ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. 2013થી તે બંધ હતું.

આ પ્લેન 1984માં સોવિયત રશિયા પાસેથી ખરીદ્યા હતા. જે સમયે તેને ખરીદવામાં આવ્યા હતા ત્યારે પ્લેનની ઉંમર 25 વર્ષ હતી. પરંતુ સમય અને જરૂરિયાત મુજબથી આ પ્લેનને અપગ્રેડ કરી શકાય છે. ભારતીય વાયુસેનાની પાસે લગભગ 100 AN-32 પ્લેન છે. અહીં બે એન્જિનવાળા માલવાહક પ્લેન છે જે પૈરા જંપના કામમાં પણ આવે છે. તેની મહત્તમ સ્પીડ 530 કિમી પ્રતિ કલાક છે.

અત્યાર સુધી કેટલા AN-32 પ્લેન થયા છે ક્રેશ?

- ત્રણ વર્ષ પહેલા પણ આવું જ એક AN-32 પ્લેન ગુમ થયું હતું જેનો હજુ સુધી કાટમાળ પણ નથી મળી શક્યો. અત્યાર સુધી 9 AN-32 પ્લેન ક્રેશ થઈ ચૂક્યા છે.
- 22 માર્ચ 1986ના રોજ જમ્મુમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
- 25 માર્ચ 1986ના રોજ અરબ સાગરમાં દુર્ઘટના.
- 1991-92માં કેરળમાં દુર્ઘટનાનો શિકાર બન્યું.
- 26 માર્ચ 1992ના રોજ આસામમાં દુર્ઘટનાગ્રસ્ત.
- 1 એપ્રિલ 1992ના રોજ પંજાબમાં દુર્ઘટનાનું શિકાર બન્યું.
- 7 માર્ચ 1999ના રોજ દિલ્હીમાં દુર્ઘટનાગ્રસ્ત થયું.
- 9 જૂન 2009ના રોજ અરુણાચલ પ્રદેશમાં દુર્ઘટનાનો શિકાર બન્યું.
- 20 સપ્ટેમ્બર 2014ના રોજ ચંદીગઢમાં દુર્ઘટનાગ્રસ્ત થયું.
- 22 જુલાઈ 2016ના રોજ બંગાળની ખાડીમાં ગુમ થયું.
First published: June 4, 2019, 11:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading