ઓટો-રિક્ષા કરતા વિમાનભાડુ સસ્તું છે: કેન્દ્રિય મંત્રીએ સમજાવ્યુ આવું ગણિત!

News18 Gujarati
Updated: September 4, 2018, 10:31 AM IST
ઓટો-રિક્ષા કરતા વિમાનભાડુ સસ્તું છે: કેન્દ્રિય મંત્રીએ સમજાવ્યુ આવું ગણિત!
જંયત સિન્હાએ જણાવ્યુ હતુ કે, દેશમાં વધુને વધુ લોકો એર ટ્રાવેલ પસંદ કરી રહ્યા છે. કારણ કે, વિશ્વમાં વિમાનભાડુ સૌથી સસ્તુ ભારતમાં છે.

જંયત સિન્હાએ જણાવ્યુ હતુ કે, દેશમાં વધુને વધુ લોકો એર ટ્રાવેલ પસંદ કરી રહ્યા છે. કારણ કે, વિશ્વમાં વિમાનભાડુ સૌથી સસ્તુ ભારતમાં છે.

  • Share this:
કેન્દ્રિય મંત્રી જંયત સિન્હા માને છે કે, ભારત દેશમાં ઓટો રિક્ષા કરતા વિમાન ભાડુ સસ્તુ છે. અને આ માટે તેમની પાસે ગણિત પણ છે.

જંયત સિન્હા કેન્દ્ર સરકારમાં રાજયકક્ષાના ઉડ્ડયય મંત્રી છે. ઓટો રિક્ષી કરતા વિમાન ભાડુ કઇ રીતે સસ્તું છે એનો તર્ક પણ તેમણે આપ્યો.

જંયત સિન્હાએ આ ગણિત સમજાવતા કહ્યુ કે, જ્યારે તમે વિમાનમાં પ્રવાસ કરો છો ત્યારે ઓટો રિક્ષા કરતા એક રૂપિયો ઓછો વસુલવામાં આવે છે. આજે, વિમાનભાડુ રિક્ષા ભાડા કરતા સસ્તું છે. તમે મને એમ પુછશો કે એવું કેવી રીતે શક્ય છે ? પણ શક્ય છે. જ્યારે બે લોકો ઓટો રિક્ષામાં બેસે છે ત્યારે તેઓ દર રૂપિયા પ્રતિ ચૂકવે છે. એનો મતલબ એવો થાય કે, પ્રતિ કિલોમીટર પાંચ રૂપિયા ચૂકવે છે પણ તમે જ્યારે તમે વિમાન દ્વારા પ્રવાસ કરો છો ત્યારે પ્રતિ કિલોમીટર 4 રૂપિયા ચૂકવો છે. એટલે કે, ઓટો રિક્ષા કરતા, પ્રતિ કિલોમીટર એક રૂપિયો ઓછો થાય છે.

આ સ્ટોરી પણ વાંચો

મોબ લિન્ચિંગના દોષીઓનું જયંત સિન્હાએ કર્યું સ્વાગત, પહેરાવી માળા

પહેલા લાયક પુત્રનો હુ નાલાયક બાપ હતો હવે રોલ બદલાઈ ગયો: યશવંત સિન્હાજો કે, આ પ્રકારનું ગણિત તેમણે પહેલી વખત નથી સમજાવ્યુ. આજ પ્રકારનો તર્ક તેમણે ફેબ્રુઆરી મહિનામાં ઇન્દોરમાં એક કોન્ફરન્સમાં બોલતી વખતે તેમણે આ વાત કહી હતી. ઇન્દોરમાં તેમણે કહ્યુ હતુ કે, આજના ભારતમાં, ઓટો રિક્ષાના ભાડા કરતા વિમાનભાડુ સસ્તુ છે. કેટલાક લોકો એવુ કહેશે કે હું બેહુદી વાત કરી રહ્યો છુ પણ આ હકીકત છે”.

જંયત સિન્હાએ જણાવ્યુ હતુ કે, દેશમાં વધુને વધુ લોકો એર ટ્રાવેલ પસંદ કરી રહ્યા છે. કારણ કે, વિશ્વમાં વિમાનભાડુ સૌથી સસ્તુ ભારતમાં છે.

તેમણે વિમાન દ્વારા પ્રવાસ કરતા લોકોની સંખ્યાની વિગતો આપતા કહ્યુ કે, ચાર વર્ષ પહેલા દેશમાં વર્ષે 11 કરોડ લોકોએ પ્રવાસ કર્યો હતો પણ આ વર્ષે આ સંખ્યા 20 કરોડને આંબી જશે.

First published: September 4, 2018
વધુ વાંચો
अगली ख़बर