Home /News /national-international /Air Crashes In India: આઝાદી બાદ અત્યાર સુધીમાં હવાઈ દુર્ઘટનામાં 2,173 લોકોએ જીવ ગુમાવ્યા, 80 ટકા મૃત્યુમાં પાયલટની ભૂલ

Air Crashes In India: આઝાદી બાદ અત્યાર સુધીમાં હવાઈ દુર્ઘટનામાં 2,173 લોકોએ જીવ ગુમાવ્યા, 80 ટકા મૃત્યુમાં પાયલટની ભૂલ

તમિલનાડુના કુન્નુરમાં બુધવારે એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થયું.

Air Crashes In India: આઝાદી પછીથી અત્યારસુધીમાં કમર્શિયલ વિમાન દુર્ઘટના (Air Crashes)માં કુલ 2,173 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. આ દુર્ઘટનામાં 80 ટકા મૃત્યુમાં પાયલટની ભૂલ મોટું કારણ બન્યું હોય તેવું સામે આવ્યું છે.

    નવી દિલ્હી. તમિલનાડુ (Tamil Nadu)ના કુન્નુરમાં બુધવારે વાયુ સેના (Air Force)નું એક હેલિકોપ્ટર ક્રેશ (Helicopter Crash) થઈ ગયું છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત (Bipin Rawat) અને તેમની પત્ની સહિત સેનાના કેટલાય અધિકારીઓ હાજર હતા. કહેવાઈ રહ્યું છે કે હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા, જેમાંથી 5 મૃતદેહો મળી આવ્યા છે. જણાવી દઈએ કે આઝાદી પછીથી અત્યારસુધીમાં કમર્શિયલ વિમાન દુર્ઘટના (Air Crashes In India)માં કુલ 2,173 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, આ દુર્ઘટનામાં 80 ટકા મૃત્યુમાં પાયલટની ભૂલ મોટું કારણ બન્યું હોય તેવું સામે આવ્યું છે. આમાં પાયલટના એક્શન અને નિર્ણયો બંને મોજૂદ હોઈ શકે છે. આ આંકડા એવિએશન સેફ્ટી નેટવર્ક તરફથી જારી આંકડાની મદદથી બનાવવામાં આવ્યા છે.

    જણાવી દઈએ કે એવિએશન સેફ્ટી નેટવર્ક (Aviation Safety Network) એક ખાનગી કંપની છે જે હવાઈ દુર્ઘટના, વિમાનોના અપહરણ કે હાઇજેક જેવી ઘટનાઓ પર નજર રાખે છે. એવિએશન સેફ્ટી નેટવર્કના વિશ્લેષણમાં ફક્ત પેસેન્જર ફ્લાઈટ અને એ દુર્ઘટનાને લેવામાં આવી છે, જેમાં ઓછામાં ઓછા એક મુસાફર કે એક પાયલટનું મૃત્યુ થયું હોય. આ એનાલિસીસમાં ચાર્ટર્ડ ફ્લાઈટ, પ્રશિક્ષિત ફ્લાઇટ્સ, કાર્ગો ફ્લાઇટ્સ અને નોન-પેસેન્જર ફ્લાઇટ્સ સામેલ નથી કરવામાં આવી.

    નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસેથી પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર, 1995-96 થી લઈને અત્યારસુધી એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે. જોકે, પહેલાની સરખામણીમાં વિમાન અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

    આ પણ વાંચો: CDS Bipin Rawat : બિપિન રાવત પરિવારમાં પેઢીઓથી સેનામાં જોડાવવાની પરંપરા, જાણો મહત્વની વાતો

    2011-2020નો સમય હવાઈ દુર્ઘટનાઓને લઈને આઝાદી પછીનો સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ દરમ્યાન ફક્ત કોઝિકોડ એરપોર્ટ પર પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. મે 2010માં એક એર ઇન્ડિયા એક્સપ્રેસને મેંગલોર એરપોર્ટ પર અકસ્માત નડ્યો હતો, જેમાં 158 લોકોના મોત થયા હતા.

    આ પણ વાંચો: CDS Bipin rawat helicopter crash: ક્રેશ થયેલા રશિયન હેલિકોપ્ટરનો ઉપયોગ અનેક મિશનોમાં થયો, લડ્યું હતું કારગીલ યુદ્ધ

    સમય સાથે એરક્રાફ્ટ ટેક્નોલોજી ખૂબ સુરક્ષિત બની છે. 1951થી 1980 સુધીના 30 વર્ષમાં કુલ 34 પ્લેન ક્રેશ થયા છે. આ વિમાન અકસ્માતોની તપાસ પરથી ખ્યાલ આવે છે કે આમાંના 59 ટકા અકસ્માતો એટલે કે લગભગ 20 અકસ્માતો પાયલટની ભૂલોને કારણે થયા છે. જ્યારે 1981-2010 સુધીમાં કુલ 13 એરક્રાફ્ટ અકસ્માતો થયા, જેમાંથી 12 અથવા 92 ટકા અકસ્માત પાયલટની ભૂલોને કારણે થયા હતા. ભારતમાં આઝાદી પછીથી હમણાં સુધીમાં થયેલા વિમાન અકસ્માતોની વાત કરીએ તો કુલ 2,173 મૃત્યુમાંથી 1,740 મૃત્યુ પાયલટની ભૂલને કારણે થયા છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: CDS બિપિન રાવત, Helicopter, Helicopter-crash, PLANE CRASH

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन