બાલાકોટ એરસ્ટ્રાઇક કેવી રીતે કરી? વાયુસેનાએ જાહેર કર્યો પ્રમોશનલ વીડિયો

26 ફેબ્રુઆરીએ વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને જૈશના ટ્રેનિંગ કેમ્પો પર હવાઈ હુમલો કર્યો હતો

26 ફેબ્રુઆરીએ વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને જૈશના ટ્રેનિંગ કેમ્પો પર હવાઈ હુમલો કર્યો હતો

 • Share this:
  નવી દિલ્હી : ભારતીય વાયુસેના (Indian Air Force)એ પાકિસ્તાનના બાલાકોટ (Balakot)માં એર સ્ટ્રાઇક (Air strike)નો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન (Pakistan)ના બાલાકોટમાં ઘૂસીને આતંકવાદી કેમ્પોને ધ્વસ્ત કરી દીધા હતા.

  ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બાલાકોટ એરસ્ટ્રાઇકનો એક પ્રમોશનલ વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભારતીય સેનાએ બાલાકોટમાં એરસ્ટ્રાઇકને અંજામ આપ્યો હતો.

  ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર જૈશના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 સીઆરપીએફના જવાન શહીદ થયા હતા. આ હુમલાના 13 દિવસ બાદ 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પો પર હવાઈ હુમલો કર્યો હતો. કહેવાય છે કે, આ હુમલામાં ઘણી મોટી સંખ્યામાં આતંકવાદી માર્યા ગયા હતા.

  વીડિયોની શરૂઆતમાં દર્શાવવામાં આવ્યું છે કે પુલવામા હુમલા બાદ દેશમાં કેવા પ્રકારનો ગુસ્સો હતો. ભારતના તમામ નાગરિક પાકિસ્તાન સાથે બદલો લેવા માંગતો હતો. ત્યારબાદ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં જૈશના ઠેકાણાઓ પર હુમલો કરી દીધો. 1.24 મિનિટના વીડિયોમાં દર્શાવ્યું કે ભારતીય વાયુસેનએ કેવી રીતે આ મિશનને પૂરું કર્યુ અને દુનિયાને બતાવી દીધું કે તેને જે પણ આંખ બતાવશે તેને એની જ જમીન પર ઘૂસીને મારીશું.

  આ પણ વાંચો,

  'દિવાલી કે પટાખે' અને 'કાશ્મીરી સેબ' કોડવર્ડ સાથે દિલ્હીને ધ્રૂજાવવાનો જૈશનો મનસૂબો
  હવે પાકિસ્તાનની દરેક હરકતો પર નજર રાખશે આ સૅટેલાઇટ, જાણો શું છે ખાસિયતો
  Published by:Mrunal Bhojak
  First published: