'પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક વખતે રાફેલ હોત તો પરિણામ વધુ સારુ હોત'

 • Share this:
  ભારતીય વાયુસેના તરફથી પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલા હુમલા પર વાયુસેના પ્રમુખ બી એસ ધનોઆએ કહ્યું કે જો એ સમયે સેનાની પાસે રાફેલ હોત તો એર સ્ટ્રાઇકનું પરિણામ ભારતના પક્ષમાં વધુ સારુ હોત. તેઓએ કહ્યું કે બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇકમાં ટેક્નિક ભારતના પક્ષમાં હતી, એવામાં રાફેલ સેનાને યોગ્ય સમયે મળ્યું હોત તો સેનાની શક્તિમાં વધારો થઇ ગયો હોત.

  વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆ ભવિષ્યની એરોસ્પેસ શક્તિ અને પ્રોદ્યોગિકી પ્રભાવ પર એક સંગોષ્ઠીને સંબોધિત કરી રહ્યાં હતા. તેઓએ કહ્યું કે બાલાકોટમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઇકમાં અમારી પાસે વધુ સારી ટેક્નિક હતી, આજ કારણ છે કે અમે ચોક્કસાઇથી હથિયારોનો ઉપયોગ કરવામાં સફળ થયા. તેઓએ જણાવ્યું કે ભારતીય વાયુ સેનાના હથિયાર મિગ-21, બિસોન અને મિરાજ -2000 વિમાનને તેઓને દુનિયામાં શક્તિશાળી બનાવ્યા. જો આપણે સમયસર રાફેલ વિમાનને વાયુસેનામાં સામેલ કર્યું હોત તો પરિણામ આપણા પક્ષમાં વધુ સારું હોત.

  અહીં ક્લિક કરી વાંચોઃ વર્લ્ડ કપનો તે મુકાબલો, જે ભારત માટે રાષ્ટ્રીય શરમનો બની ગયો હતો

  વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆ અગાઉ પણ રાફેલની ખૂબીઓ અંગે પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. આ પહેલા 19 ડિસેમ્બરે રાફેલ સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં તેઓએ કહ્યું હતું કે કોણ કહે છે કે રાફેલની જરૂર નથી, તેઓએ કહ્યું કે આપણા પડોશી દેશો સતત પોતાની વાયુસેનાની શક્તિ વધારવામાં લાગેલા છે, એવામાં રાફેલની જરૂર સેનાને છે.
  Published by:Sanjay Vaghela
  First published: