Home /News /national-international /વાયુસેના દિવસ પર એરફોર્સને મોદી સરકારે આપી મોટી ભેટ, વેપન સિસ્ટમ બ્રાન્ચ બનાવવાની આપી મંજૂરી
વાયુસેના દિવસ પર એરફોર્સને મોદી સરકારે આપી મોટી ભેટ, વેપન સિસ્ટમ બ્રાન્ચ બનાવવાની આપી મંજૂરી
ઈન્ડિયન એરફોર્સ (ફાઈલ ફોટો)
એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ ચંડીગઢમાં #IndianAirForceDay સમારંભના અવસર પર પોતાના સંબોધનમાં કહ્યું કે, ગત વર્ષે, ભારતીય વાયુસેનાએ પોતાના પડકારોનો સામનો કર્યો અને તમામ મોર્ચા પર ખરી ઉતર્યા.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વાયુસેના દિવસ પર ઈંડિયન એરફોર્સમાં ઓફિસર માટે હથિયાર વેપન સિસ્ટમ બ્રાન્ચની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે. વાયુસેના પ્રમુખ વીઆર ચૌધરીએ તેના વિશે જાણકારી આપતા કહ્યું કે, આઝાદી બાદ પહેલી વાર IAF એક નવી અભિયાનગત શાખા બનાવવા જઈ રહી છે. આ શાખા બનવાથી સરકારને ઉડાન પ્રશિક્ષણના ખર્ચામાં કાપ કરીને 3400 કરોડ રૂપિયાથી વધઆરેની બચત કરવામાં મદદ મળશે.
એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ ચંડીગઢમાં #IndianAirForceDay સમારંભના અવસર પર પોતાના સંબોધનમાં કહ્યું કે, ગત વર્ષે, ભારતીય વાયુસેનાએ પોતાના પડકારોનો સામનો કર્યો અને તમામ મોર્ચા પર ખરી ઉતર્યા. આ નોન કાઈનેટિક અને નોન લીથલ વોરફેરનો જમાનો છે અને તેને યુદ્ધની સમગ્રપણે રીત બદલી નાખી છે. પરંપરાગત સિસ્ટમ અને હથિયારને આધુનિક, લચીલા અને અનુકુળ ટેકનોલોજી સાથે સંવર્ધિત કરવાની જરુરિયાત છે. આપણે આપણા કોમ્બેટ પાવરને ઈંટીગ્રેટ કરીને તેના ઉપયોગની જરુર છે. ત્રણ સેવાીઓની શક્તિઓને એકીકૃત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
#WATCH | Indian Air Force chief Air Chief Marshal VR Chaudhari today announced the creation of the new weapon systems branch to handle all types of latest weapon systems in the force which would also result in a saving of Rs 3400 cr. Watch the details of the branch.
વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યું કે, અમને અમારા પૂર્વવર્તીની આકરી મહેનત, લગન અને દૂરદર્શિતાથી વિરાસતમાં ગૌરવપૂર્ણ ઈતિહાસ મળ્યો છે. અગ્નિપથ યોજનાના માધ્યમથી વાયુ યૌદ્ધાઓને #IndianAirForceમાં સામેલ કરવા આપણા બધા માટે એક પડકાર છે. પણ તેનાથીયે મહત્વની વાત એ છે કે, આ આપણા માટે ભારતના યુવાનોની ક્ષમતાનું દોહન કરવા અને તેને રાષ્ટ્રની સેવામાં લગાવાનો અવસર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર