Home /News /national-international /

મોદીની જાહેરાત, હવે મહિલાઓ એકલી જઈ શકશે હજયાત્રા- મુસ્લિમ બોર્ડ ભડક્યું

મોદીની જાહેરાત, હવે મહિલાઓ એકલી જઈ શકશે હજયાત્રા- મુસ્લિમ બોર્ડ ભડક્યું

મુસ્લિમ મહિલાઓ માટે મહેરમ (કોઈ પુરૂષ સાથે ના હોય તો પણ ચાલે) વગર યાત્રા પર જવાની પીએમ મોદીએ કરેલી જાહેરાતથી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)એ વિરોધ દર્શાવ્યો છે. AIMPLBના સેક્રેટરી મોલાના અબ્દુલ હામિદ અઝહરીએ કહ્યું કે, મુસ્લિમ મહિલાઓનો વગર મહેરમે હજયાત્રા જવાની બાબત સંપૂર્ણ રીતે ધાર્મિક છે. આ એવી બાબત નથી કે, જેના પર સંસદમાં કાનૂન બનાવી શકાય.

અસલમાં, રવિવારે મન કિ બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હવે મુસ્લિમ મહિલાઓ મહેરમ વગર (કોઈપણ પુરુષ વાલી વગર) પણ હજયાત્રાએ જઈ શકશે. લઘુમતી બાબતોના મંત્રાલયે 70 વર્ષોથી ચાલી આવતી આ પરંપરાઓને હવે ખત્મ કરી દીધી છે. મહેરમ પર લગાવવામાં આવેલ પ્રતિબંધોને હટાવી દેવામાં આવ્યા છે.

આ વખતે લગભગ 1300 મુસ્લિમ મહિલાઓ મહેરમ વગર હજયાત્રાએ જવાનું આવેદન કરી ચૂકી છે. પીએમ મોદીએ કહ્યું કે, તેમને લઘુમતી મંત્રાલયને સૂચન આપ્યું છે કે, તેઓ સુનિશ્ચિત કરે કે તેઓ બધી મહિલાઓને હજ જવાની અનુમતિ મળે, જે મેહરન વગર હજ પર જવા માટે આવેદન કરી ચૂકી છે.

મોદીએ કહ્યું, સામાન્ય રીતે દેશમાં હજયાત્રીઓ માટે લોટરી સિસ્ટમ છે, પરંતુ હું ઈચ્છું છું કે, એકલી મહિલાઓને આ સિસ્ટમથી બહાર રાખવામાં આવશે. આ દરમિયાન લઘુમતિ બાબતના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આશ્વાસન આપ્યું છે કે, મહેરમ વગર હજયાત્રા પર જવા માટે આવેદન કરનાર મહિલાઓને લોટરી પ્રણાલીમાંથી છૂટ આપવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી નકવીએ ટ્વિટ કરતાં કહ્યું કે, ગયા વર્ષે મહેરમના હજ યાત્રા પર સાઉદી અરબ જવા માટે એક હજાર 300 મહિલાઓએ પરવાનંગી માંગી હતી. આ પહેલા હજ કમેટી ઓફ ઈન્ડિયાની નવી નીતિ હેઠળ પહેલી વાર મહેરમ મહિલાઓને 4 અને વધારે ગ્રુપમાં યાત્રા કરવાની અનુમતિ પ્રદાન કરી છે. આ નવી નીતિ બાદ દેશભરમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ગ્રુપમાં આવેદન કર્યું.

જ્યારે, સઉદી અરબમાં પહેલાથી જ આ બાબતે નિયમ બનાવવામાં આવી ચૂક્યા છે. સઉદી અરબ કિંગડમ ગાઈડલાઈન અનુસાર, 45 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓ વગર મહેરમના એક સંગઠિત સમૂહ સાથે હજયાત્રા કરી શકે છે. જોકે, એકલા જવા માટે મહિલાને પતિ અથવા ભાઈ પાસેથી 'નો ઓબ્ઝેક્શન સર્ટિફિકેટ' (NOC) આપવું પડશે.
First published:

Tags: Man Ki Baat, Muslim women, Narendr Modi

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन