AIMPLBને બેઠક બાદ મદનીએ કહ્યુ- અયોધ્યા મામલામાં સુપ્રીમના ચુકાદા વિરુદ્ધ અપીલ કરીશું

News18 Gujarati
Updated: November 17, 2019, 4:07 PM IST
AIMPLBને બેઠક બાદ મદનીએ કહ્યુ- અયોધ્યા મામલામાં સુપ્રીમના ચુકાદા વિરુદ્ધ અપીલ કરીશું
અમને ખબર છે કે રિવ્યૂ પિટિશનનો શું સ્થિતિ થવાની છે, પરંતુ આ અમારો હક છે : ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ

અમને ખબર છે કે રિવ્યૂ પિટિશનનો શું સ્થિતિ થવાની છે, પરંતુ આ અમારો હક છે : ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ

  • Share this:
લખનઉ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના મુમતાજ ડિગ્રી કૉલેજમાં ચાલેલી ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB)ની બેઠક ત્રણ કલાક બાદ સમાપ્ત થઈ ગઈ. બેઠક બાદ જમીયત ઉલેમા-એ-હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરશદ મદની (Arshad Madani)એ કહ્યુ કે, અમે ચુકાદાની વિરુદ્ધ રિવ્યૂ પિટિશન (પુનર્વિચાર કે સમીક્ષા અરજી) દાખલ કરીશું. સાથોસાથ તેઓએ કહ્યુ કે, અમને ખબર છે કે રિવ્યૂ પિટિશનનો શું સ્થિતિ થવાની છે, પરંતુ અમારો આ હક છે. તેઓએ વધુમાં કહ્યું કે, બોર્ડની બેઠકમાં શું ચુકાદો આવશે તે પ્રેસ કૉન્ફરન્સમાં જાણવા મળશે. અરશદ મદનીએ કહ્યુ કે, અમે ન તો મસ્જિદ આપી શકીએ છીએ કે ન તેના બદલે કોઈ જમીન લઈ શકીએ છીએ. કેસમાં અમને અમારો હક નથી આપવામાં આવ્યો. મામલામાં જમીયત ઉલેમા-એ-હિન્દ રિવ્યૂ પિટિશન દાખલ કરશે.

મામલો અહીં ખતમ કરવામાં આવે - ઇકબાલ અંસારી

ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB)ની બેઠક પર બાબરી મસ્જિદ મામલામાં પક્ષકાર રહેલા ઇકબાલ અંસારી (Iqbal Ansari)એ કહ્યુ કે, આ મામલાને અહીં ખતમ કરી દેવો જોઈએ. તેઓએ કહ્યુ કે, ચુકાદો આવી ગયો, ચુકાદાને અમે માની પણ લીધો અને હવે અમે વધુ આગળ નથી જવા માંગતા. અમે હિન્દુસ્તાનના મુસલમાન છીએ અને હિન્દુસ્તાનનું બંધારણ પણ માનીએ છીએ.ઇકબાલ અંસારીએ કહ્યુ કે, હિન્દુસ્તાનનો મહત્વપૂર્ણ ચુકાદો હતો. અમે હવે આ મામલાને આગળ નહીં વધારીએ. અમે ઈચ્છીએ છીએ કે આ મામલાને અહીં ખતમ કરી દેવામાં આવે, જેનો મારો ઉદ્દેશ્ય હતો, તેટલું મેં કર્યું. ઘર અલ્લાહનું છે અને અલ્લાહ માલિક છે. તેઓએ કહ્યુ કે, કોર્ટે જે ચુકાદો આપી દીધો, તેને માની લો. અયોધ્યા સહિત સમગ્ર દેશમાં શાંતિનો માહોલ રહે, દેશ વિકાસ કરે. અમે પક્ષકાર હતા અને અમે હવે રિવ્યૂ દાખલ કરવા આગળ નહીં જઈએ. તેઓએ કહ્યુ કે, પક્ષકાર વધુ છે, કોઈ શું કરી રહ્યું છે નથી ખબર પરંતુ અમે હવે રિવ્યૂ દાખલ નહીં કરીએ.

આ પણ વાંચો,

દિલ્હીમાં BJP સાંસદ ગૌતમ ગંભીરના ગુમ થયાનાં પોસ્ટર લાગ્યા, લખ્યું- 'તમે ક્યાંય જોયા છે?'
એક સમયે રાહુલ ગાંધી સાથે નામ જોડાયું હતું, હવે અદિતિસિંહ આમની દુલ્હન બનશે
Published by: Mrunal Bhojak
First published: November 17, 2019, 4:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading