હિંદુઓ 1 સ્રી ઘરે અને 3 બહાર રાખે છે: AIMIMના નેતાનો બફાટ, જુઓ Viral Video
AIMIMના નેતાનો હિન્દુઓને લઈને બફાટ, જુઓ Viral Video
AIMIM Shaukat Ali Viral Video: શૌક્તઅલી (AIMIM Leader Shaukat Ali) એ પોતાના વિડિયો (AIMIM Shaukat Ali viral video) માં હિંદુઓના વિરોધમાં બોલતો વીડિયો શનિવારે વાયરલ થયો હતો. તેમના ભાષણમાં, તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમો બે વાર લગ્ન કરે છે પરંતુ બંને પત્નીઓને માન આપે છે જ્યારે હિન્દુઓ એક લગ્ન કરે છે પરંતુ ત્રણ રખાત રાખે છે. જોધાબાઈને લઈને પંકહી કઈક આવી વાત, જુઓ વિડીયો
સિદ્ધાર્થ ધોળકિયા દ્વારા, શૌક્તઅલી (AIMIM Leader Shaukat Ali) એ પોતાના વિડિયો (AIMIM shaukat ali viral video) માં હિંદુઓ માટે અનેક અભદ્ર કમેંટ કરી જેને લઈને લોકોમાં રોષ પણ છે...AIMIM ઉત્તર પ્રદેશના પ્રમુખ શૌકત અલીએ કહ્યું... અકબરે જોધાબાઈ સાથે લગ્ન કર્યા. આપણાથી વધુ બિનસાંપ્રદાયિક કોણ છે?’ 'હિંદુઓ એક લગ્ન કરે છે પરંતુ ત્રણ બહારવાળી રાખે છે',
તેમણે કહ્યું કે મુસ્લિમોએ હિંદુઓ પર 832 વર્ષ સુધી રાજ કર્યું અને હિંદુઓએ મુસ્લિમ શાસકોને હાથ જોડીને 'જી હુઝૂર' કર્યું... આવું બોલતો વીડિયો શનિવારે વાયરલ થયો હતો. તેમના ભાષણમાં, તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમો બે વાર લગ્ન કરે છે પરંતુ બંને પત્નીઓને માન આપે છે જ્યારે હિન્દુઓ એક લગ્ન કરે છે પરંતુ ત્રણ રખાત રાખે છે.
સાથે જ કહ્યું કે આપણાથી વધુ બિનસાંપ્રદાયિક કોણ છે? અકબરે જોધાબાઈ સાથે લગ્ન કર્યા. અમે અમારી સાથે તમારા લોકોને પણ ઉત્થાન આપી રહ્યા છીએ. પરંતુ તમને એક સમસ્યા છે. એક સાધુ કહે છે કે મુસલમાનોની હત્યા કરવી જોઈએ. શા માટે? શું આપણે ગાજર, મૂળા, ડુંગળી જેવા છીએ?"
ઔવીસીની પાર્ટીના યુપી પ્રમુખ શૌક્તઅલીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેણે હિંદુઓને કીડા સમાન કહ્યા છે, સાથે પોતાના સમાજે દેશ પર 832 વર્ષ રાજ કર્યું હોવાનું વિવાદીત નિવેદન આપતો વિડિયો વાયરલ થયો છે...#Gujarat#Viral#viralvideos2022#AIMIMpic.twitter.com/828ZgUmBqt
શૌકત અલી પર ભારતીય દંડ સંહિતાની કલમ 153A ધર્મ, જાતિ, જન્મ સ્થળ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી અને 295A ધાર્મિક લાગણીઓને ભડકાવવાના હેતુથી ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્ય હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જો કે જેવી એફઆઈઆર થઈ કે શૌકત અલી પોતોનો 832 વર્ષનો રાજ કરવાનો ઈતિહાસ ભૂલી ગયા અને કહ્યું કે તેમનું નિવેદન કોઈ ધર્મ વિરુદ્ધ નથી પરંતુ કેટલાક લોકોની મુસ્લિમ વિરોધી માનસિકતા પર છે... જો કે વિડિયો સાંભળીને લોકોને તો ખ્યાલ આવી જ ગયો કે શોકતઅલીનું નિવેદન કોના માટે હતું....
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર