ઓવૈસીની પાર્ટીના ધારાસભ્યનું ભડકાઉ નિવેદન, કહ્યું - અમે 15 કરોડ પણ 100 કરોડ પર ભારે

ઓવૈસીની પાર્ટીના ધારાસભ્યનું ભડકાઉ નિવેદન, કહ્યું - અમે 15 કરોડ પણ 100 કરોડ પર ભારે

આપણે આઝાદી લેવી પડશે અને જે ચીજ માંગવાથી મળતી નથી તેને છીનવીને લેવી પડશે - વારિસ પઠાણ

 • Share this:
  બેંગલુરુ : અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)ની પાર્ટી એઆઈએમઆઈએમ (AIMIM)ના રાષ્ટ્રીય પ્રવક્તા અને મહારાષ્ટ્રના ભયખલાથી ધારાસભ્ય વારિસ પઠાણે (Waris Pathan) ભડકાઉ નિવેદન આપીને રાજનીતિને ગરમ કરી દીધી છે. કર્ણાટકના ગુલબર્ગામાં વારિસ પઠાણે એક રેલીમાં આ ભાષણ આપ્યું હતું. સીએએ (CAA)અને એનઆરસી (NRC)પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર વારિસ પઠાણે કહ્યું હતું કે 100 કરોડ (હિન્દુઓ) પર 15 કરોડ (મુસ્લિમ) ભારે પડશે. જો આઝાદી આપવામાં નહીં આવે તો છીનવવી પડશે.

  વારિસ પઠાણે રેલીમાં કહ્યું હતું કે અમારી જબાનની આતિશબાજીનો મુકાબલો આ કરી શકશે નહીં. ઇટનો જવાબ પત્થરથી આપવાનું અમે શીખી લીધું છે. જોકે આપણે ભેગા થઈને ચાલવું પડશે. આપણે આઝાદી લેવી પડશે અને જે ચીજ માંગવાથી મળતી નથી તેને છીનવીને લેવી પડશે. વારિસ પઠાણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદન પર નિશાન સાધતા કહ્યું હતું કે અમને કહેવામાં આવ્યું કે ધરણાં પર મહિલાઓને બેસાડી દીધી અને પોતે પાછળ થઈ ગયા. અરે હજુ તો સિંહણ બહાર નિકળી છે અને તમને પરસેવો પડી ગયો, સમજી લો જો અમે લોકો સાથે આવી ગયા તો તમારું શું થશે. અમે 15 કરોડ છીએ પણ 100 કરોડ પર ભારે છીએ, એ વાત યાદ રાખજો  AIMIMના નેતા વારિસ પઠાણ એવા પ્રથમ નેતા નથી. આ પહેલા અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ પણ હૈદરાબાદની એક રેલીમાં વિવાદિત ભાષણ આપ્યું હતું. આ મામલો કોર્ટમાં ચાલ્યો હતો.
  Published by:Ashish Goyal
  First published: