Home /News /national-international /બિરિયાની પોલિટિક્સ! વોટરોના દિલનો રસ્તો પેટમાંથી પસાર થાય છે, ચૂંટણી જીતવા ઓવૈસીનો મસાલેદાર પ્લાન

બિરિયાની પોલિટિક્સ! વોટરોના દિલનો રસ્તો પેટમાંથી પસાર થાય છે, ચૂંટણી જીતવા ઓવૈસીનો મસાલેદાર પ્લાન

ચૂંટણી જીતવા ઓવૈસીનો માસ્ટર પ્લાન

AIMIM BIRYANI PARTY HYDERABAD: હૈદરાબાદમાં ઓવૈસીના પક્ષ AIMIM ની પાર્ટીમાં મતદારોને રીઝવવા માટે બિરયાનીની પાર્ટી આપવાનો પ્લાન બનાવ્યો છે.

    AIMIM BIRYANI PARTY HYDERABAD: અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) એ 2023માં વિધાનસભા ચૂંટણી પહેલાં ભોપાલમાં પાર્ટીને મજબૂત કરવા માટે એક અનોખું અભિયાન શરૂ કર્યું છે. વધુમાં વધુ લોકોને પાર્ટી સાથે જોડવા માટે બિરયાની પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. AIMIM નેતાઓનો દાવો છે કે પાર્ટીએ અત્યાર સુધીમાં મધ્યપ્રદેશમાં એક લાખથી વધુ સભ્યો બનાવ્યા છે.

    AIMIM નેતા અને નરેલા સીટના દાવેદાર પીરઝાદા તૌકીર નિઝામીએ જણાવ્યું કે 'અતિથિ દેવો ભવ' અંતર્ગત પાર્ટીમાં આવનારા લોકોને સ્વાદિષ્ટ બિરિયાની પીરસવામાં આવી રહી છે. પાર્ટીનો દાવો છે કે નરેલામાં 25 હજારથી વધુ સદસ્ય જોડવામાં આવ્યા છે.

    25 હજાર લોકો પાર્ટીમાં શામેલ થયા

    નિઝામીએ દાવો કર્યો છે કે, ભોપાલની નરેલા વિધાનસભા ક્ષેત્રમાં 40 ટકા મતદાર મુસલમાન છે, જેમાંથી 25 હજાર લોકો પાર્ટીમાં શામેલ થયા છે.

    તેમણે કહ્યું, 'અમારો પ્રયાસ વિધાનસભા ચૂંટણી પહેલા AIMIMમાં 10 લાખથી વધુ સભ્યો જોડવાનો છે. લોકો ઉત્સાહ સાથે ઓવૈસીને સાથ આપી રહ્યા છે. નરેલામાં લોકોને સામેલ કરવા માટે અમે બિરયાનીની મિજબાની પણ આપી રહ્યા છીએ. ઓવૈસી પછી હૈદરાબાદી બિરયાની ભારતમાં ખૂબ પ્રખ્યાત છે.

    ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાં મળેલી સફળતાને લઈને ઓવૈસીના સમર્થકો પહેલેથી જ ઉત્સાહિત છે. તો બીજી તરફ કોંગ્રેસની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં AIMIMની એન્ટ્રીથી કોંગ્રેસને મોટું નુકસાન થયું છે.

    AIMIM મધ્યપ્રદેશમાં 50 સીટો પર ચૂંટણી લડવાની તૈયારી

    વર્ષ 2023ની ચૂંટણીમાં AIMIM મધ્યપ્રદેશમાં 50 સીટો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. ભોપાલ, ઈન્દોર, જબલપુર, ખંડવા, ખરગોન અને બુરહાનપુર જેવા શહેરોમાં AIMIMના દાવેદારોએ પણ જોરશોરથી કામ કરવાનું શરૂ કરી દીધું છે.

    આ પણ વાંચો: પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર ક્યારે અટકશે? યુવતીનું અપહરણ કરી ધર્માંતરણ, પરાણે લગ્ન કરાવ્યા, જુઓ VIDEO

    તાજેતરમાં યોજાયેલી પાલિકા ચૂંટણીઓમાં ખંડવા, બુરહાનપુર સહિત અનેક શહેરોમાં AIMIMના લગભગ 7 કાઉન્સિલરો જીત્યા હતા.

    બુરહાનપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AIMIM એ કોંગ્રેસનો ખેલ બગાડ્યો હતો. બુરહાનપુર મેયરની ચૂંટણીમાં ભાજપના માધુરી પટેલે કોંગ્રેસની શહનાઝ ઈસ્માઈલ આલમને માત્ર એક હજાર વોટથી હરાવ્યા હતા. નગરપાલિકાની ચૂંટણીમાં બુરહાનપુર મેયરની સીટ પર કોંગ્રેસની હારનું સૌથી મોટું કારણ AIMIM રહ્યું હતું, કારણ કે ઓવૈસીની પાર્ટીએ બુરહાનપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસની રમત બગાડી હતી.



    આ જ કારણ છે કે કોંગ્રેસ AIMIMને વોટ કાપનાર કહી રહી છે. સાથે જ ભાજપે AIMIM પર દેશ તોડવાનો આરોપ લગાવતા કહ્યું કે ઓવૈસીની પાર્ટી દેશને તોડવાનું કામ કરી રહી છે. દેશને જોડનારા લોકો આ પાર્ટીમાં નહીં જોડાય.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Asaduddin Owaisi, Hyderabad, Karnataka Election

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन