વારિસ પઠાનનો વિવાદ સાથે જૂનો નાતો, પાંચ વર્ષમાં સંપત્તિ 400% વધી

News18 Gujarati
Updated: February 22, 2020, 9:28 AM IST
વારિસ પઠાનનો વિવાદ સાથે જૂનો નાતો, પાંચ વર્ષમાં સંપત્તિ 400% વધી
અસદુદ્દીન ઓવૈસી સાથે વારિસ પઠાન.

વર્ષ 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Polls)માં વારિસ પઠાનને શિવસેનાની યામિની જાધવે 20 હજાર વોટથી હાર આપી હતી.

  • Share this:
નવી દિલ્હી : અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ (AIMIM)ના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાનને વિવાદ સાથે જૂનો નાતો છે. કર્ણાટકના ગુલબર્ગા ખાતે વારિસ પઠાને ગત દિવસોમાં રેલીને સંબંધોન કરતા કહ્યુ હતુ કે 100 કરોડ હિન્દુઓ પર 15 કરોડ મુસ્લિમો ભારે પડશે. વારિસ પઠાને તો ત્યાં સુધી કહી દીધું કે આઝાદી આપવામાં નહીં આવે છો છીનવી લેવાશે. તેના આ નિવેદન પછી ખળભળાટ મચી ગયો હતો. ભૂતકાળ પર નજર કરવામાં આવે તો વારિસ પઠાન કોઈને કોઈ કારણે સતત ચર્ચામાં રહ્યા છે.

સલમાન ખાન સાથે કનેક્શન

રાજનીતિમાં બહુ મોડો પ્રવેશ કરનાર 53 વર્ષીય પઠાન એક જમાનામાં અભિનેતા સલમાન ખાનના વકીલ રહી ચુક્યા છે. વર્ષ 2014માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અસદુદ્દીને ઓવૈસીએ તેને અંતિમ ઘડીએ ટિકિટ આપી હતી. આ વિધાનસભામાં ભાયખલા વિધાનસભામાં તેની 25 હજાર વોટથી જીત થઈ હતી. આ જીત બાદ તે ટીવી ચેનલના ટૉક શોમાં નજરે પડ્યા હતા. એટલું જ નહીં બિન્દાસ નિવેદનોને કારણે તે હંમેશા ચર્ચામાં રહ્યા છે. પઠાનના સમર્થકો તેને શેર-એ-મહારાષ્ટ્રના નામે બોલાવે છે. સોશિયલ મીડિયા પર પણ પઠાન ખૂબ સક્રિય છે.

આ પણ વાંચો : BJPનો વિપક્ષ પર પ્રહાર- 'હાથમાં સંવિધાન, દિલમાં વારિસ પઠાન'

સંપત્તિમાં 416 ટકાનો વધારો!

ધારાસભ્ય રહેતા વારિસ પઠાનની સંપત્તિમાં પણ ખૂબ વધારો થયો છે. વર્ષ 2014માં ચૂંટણી લડતી વખતે પઠાને પોતાના ચૂંટણી સોગંદનામામાં 3.06 કરોડ સંપત્તિ બતાવી હતી. પરંતુ ગત વર્ષે તેની સંપત્તિની કુલ કિંમત 15.8 કરોડ બતાવી હતી, એટલે કે તેની સંપત્તિમાં 416 ટકાનો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં કોઈ પણ ધારાસભ્યની સંપત્તિમાં પાંચ વર્ષમાં આટલો વધારો નથી થયો. વર્ષ 2019માં ચૂંટણીમાં પઠાનને શિવસેનાની યામિની જાધવે 20 હજાર મતથી હાર આપી હતી. 

વિધાનસભામાંથી સસ્પેન્ડ

વર્ષ 2016માં વારિસ પઠાને મહારાષ્ટ્ર વિધાનસભામાં 'ભારત માતા કી જય'નો નારો લગાવવાનો ઇન્કાર કર્યો હતો. આ માટે તેને આખા બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેમનું સસ્પેન્શન પરત લઈ લેવામાં આવ્યું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં વારિસ પઠાનની નિમણૂક અસદુદ્દીન ઓવૈસીની AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે કરવામાં આવી છે.

આ પણ વાંચો : ઓવૈસીના મંચથી 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવનારી યુવતીને 14 દિવસની જેલ
First published: February 22, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading