હૈદરાબાદ: રવિવારે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે કહ્યું હતું કે, તેઓ ઉત્તર પ્રદેશમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીમાં 100 બેઠકો પર ઉમેદવારો ઉતારશે. આ સાથે તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં તેમની પાર્ટી ઓમ પ્રકાશ રાજભારના મોરચા સાથે ચૂંટણી ક્ષેત્રે ભાગ્ય અજમાવશે.
ઓવૈસીએ કહ્યું, અમે આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 100 બેઠકો પર લડવાનું નક્કી કર્યું છે. પાર્ટીએ ચૂંટણી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અમે ચૂંટણીમાં ઓમપ્રકાશ રાજભરના સંકલ્પ મોરચાની ભાગીદારીથી ચૂંટણીમાં પ્રવેશ કરીશું.
નોંધનીય છે કે, ગત વર્ષની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એઆઈઆઈએમઆમે સીમાંચલની પાંચ બેઠકો જીતી હતી. આ પછી, આ વર્ષે મે મહિનામાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પણ ઓવેસીની પાર્ટીએ ત્યાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જોકે તેઓને સફળતા મળી નહોતી.
20 જૂનના રોજ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાથી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભદેહ) ના અધ્યક્ષ અને ભૂતપૂર્વ પ્રધાન ઓમપ્રકાશ રાજભરે દાવો કર્યો હતો કે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભાજપ સામે મજબૂત મોરચો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક મંચ પર લાવવાનો પ્રયત્ન કરવામાં આવી શકે છે. પૂર્વ મંત્રી રાજભરે 'પીટીઆઈ-ભાષા' સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'મારો પ્રયાસ છે કે, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ અને ઉદ્ધવ ઠાકરે ઉત્તર પ્રદેશમાં ભાજપ સામે મજબૂત મોરચો બનાવવા માટે એક મંચ પર આવે.'
રાજભરે કહ્યું હતું કે, આ સંદર્ભમાં તેમણે ઠાકરેની આગેવાનીવાળી શિવસેનાના નેતા સંજય રાઉત અને બેનર્જીની આગેવાનીવાળી તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી સાથે વાતચીત કરી હતી. રાજભરના મતે રાઉત ટૂંક સમયમાં લખનૌ આવી રહ્યા છે, જ્યાં તેઓ આ મામલે નિર્ણાયક ચર્ચા કરશે. રાજભરે એમ પણ કહ્યું હતું કે તેમણે 19 જૂનની સાંજે ઉત્તર પ્રદેશના આમ આદમી પાર્ટી (આપ) ના પ્રભારી અને સાંસદ સંજય સિંહ સાથે મુલાકાત કરી હતી. રાજભરે દાવો કર્યો છે કે, આપના નેતા સિંઘ સકારાત્મક છે અને ભાગીદારી સંકલ્પ મોરચામાં જોડાવા સિદ્ધાંતમાં સંમત થયા છે. તેમણે કહ્યું કે, આ મોરચામાં જોડાવાનો અંતિમ નિર્ણય 'આપ' ચીફ કેજરીવાલ લેશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર